ગેજેટ ડેસ્ક. જૂના આઈફોન અને આઈપેડ ટચ મોડલમાં લેટેસ્ટ iOS 13 અપડેટ આવ્યું છે. આ અપડેટથી ઘણાં ફીચર્સ અને ફેરફાર થઈ રહ્યાં છે જેમ કે, ડેડિકેટેડ ડાર્ક મોડ, નવાં કીબોર્ડ જેસ્ચર, રી-ડિઝાઈન્ડ ફોટો એપ, એપલ આર્કેડ વગેરે. જો કે, આ અપડેટને ઈન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલાં તમારે iOSડિવાઈસમાં જરૂરી ફેરફાર કરવાના રહેશે, સાથે બેકઅપ પણ લેવાનું રહેશે, જેથી ફોટો, વીડિયો અને એપ્સ સુરક્ષિત રહે. તે ઉપરાંત આ અપડેટને ઈન્સ્ટોલ કરતાં પહેલાં તમારા ડિવાઈસને સારી રીતે ઈન્ટરનેટ ક્નેક્શન સાથે ક્નેક્ટ કરી લેવું, ડિવાઈસ પર ઉપલબ્ધ સ્ટોરેજ ચેક કરી અને બેકઅપ અને ઈન્સ્ટોલેશન પ્રોસેસ ઝડપથી પૂરી કરવા માટે અનયૂઝ એપને ડિલીટ કરી દો.
એપલ આઈક્લાઉડ બેકઅપ સર્વિસ
યૂઝર્સ આ રીતે મેન્યુઅલી બેકઅપ સ્ટાર્ટ કરી શકે છે: સૌથી પહેલાં સેટિંગ્સમાં જવું, બાદમાં તમારા નામ પર ટેપ કરીને આઈક્લાઉડ ઓપ્શનને પસંદ કરીનેઆઈક્લાઉડ બેકઅપ પર ટેપ કર્યા બાદ બેકઅપ નાઉ બટન હિટ કરવું. બેકઅપ પ્રોસેસ દરમિયાન તમારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી ચેક કરવી અને જોઈ લેવું કે તમારા ડિવાઈસની બેટરી મિનિમમ 50 ટકા ચાર્જ હોય. ડિવાઈસને એક પાવર સોકેટમાં પ્લગ-ઈન કરી લો.
આઈફોન અને આઈપેડનું બેકઅપ લેવા માટે
આ કામ સ્માર્ટફોન પર સૌથી સરળ છે. પીસી અથવા મેક પર આઈક્લાઉડ અથવા આઈટ્યૂન્સનો ઉપયોગ કરીને આઈઓએસ ડિવાઈસનું બેકઅપ લઈ શકાય છે. જો કે, આઈઓએસ 13 અપડેટ કરતાં પહેલાં તમારા સ્માર્ટફોનને રિઝર્વ કરવો જરૂરી છે, કેમ કે જો કોઈ સમસ્યા આવે તો તમારો ડેટા, એપલની પાસે સેવ થઈ જશે.
આઈટ્યૂન્સથી બેકઅપ લેવા
તેના માટે મેક અથવા વિન્ડો કોમ્પ્યૂટરની જરૂર પડે છે.
- ડિવાઈસને અનલોક કરીને આઈફોન અથવા આઈપેડને પીસી અથવા મેકની સાથે ક્નેક્ટ કરો.
- આઈટ્યૂન્સને ઓપન કરીને નાના થમ્બનેલની સાથે મ્યૂઝિક ડ્રોપડાઉન પર પણ ક્લિક કરો. ડાબી તરફથી બેકઅપ સેક્શન પર ક્લિક કરવું.
- આઈક્લાઉડ ઓપ્શનને પસંદ કરીને એક્સ્ટ્રા સિક્યોરિટી માટે ઈન્ક્રિપ્ટ આઈફોન બેકઅપ બોક્સ કરવું અહીં એન્ક્રિપ્શન પાસવર્ડ પૂછવામાં આવશે.
- ત્યારબાદ બેકઅપ નાઉ બટન પર ક્લિક કરો અને આઈઓએસ 13 ઈન્સ્ટોલ થઈ જશે તો બેકઅપ સ્ક્રીન પર આઈટ્યૂન્સ ઓપ્શનને પસંદ કરી ફોનને પહેલાંક્નેક્ટ કરીને રી-સ્ટોર કરો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ILn1UB
No comments:
Post a Comment