Saturday, 16 November 2019

5 વર્ષમાં સોશિયલ મીડિયા ઈનફ્લુઅન્સર્સની કમાણીમાં 10થી 12 ગણો વધારો થયો

ગેજેટ ડેસ્ક: આજની તારીખમાં જોવા જઈએ તો સોશિયલ મીડિયા લોકોની જિંદગીનો એક ભાગ બની ગયું છે. હાલમાં સામે આવેલા આંકડા પ્રમાણે, દુનિયાભરમાં આશરે 289 કરોડથી પણ વધારે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, જે વર્લ્ડની ટોટલ વસતીના 39 ટકા છે. ટેક્નોલોજીને લઈને લોકો સોશિયલ મીડિયા પર પોતાની નવી ઓળખ ઊભી કરી રહ્યા છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો પણ તેમાં સામેલ છે. તેને સોશિયલ મીડિયા ઈનફ્લુઅન્સર કહેવાય છે.

  • માર્કેટિંગ કંપની આઈજિઆના રિપોર્ટ પ્રમાણેમ છેલ્લા અમુક વર્ષોમાં ઈનફ્લુઅન્સરની કમાણીમાં ઘણો વધારો થયો છે. મોટી-મોટી કંપનીઓ આ ઈનફ્લુઅન્સર પાસેથી તેમનાં અકાઉન્ટ પર પોસ્ટ કરાવે છે જેની બદલામાં સ્પોન્સરશિપની કિંમત પણ આપે છે.
  • કંપની પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર ઈનફ્લુઅન્સરોની મદદથી છેલ્લા 5 વર્ષમાં કમાણી 12 ગણી વધી ગઈ છે. વર્ષ 2014માં ઇન્સ્ટાગ્રામ ઈનફ્લુઅન્સરને એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે 134 ડોલર મળતા હતા, જેને અત્યારે 1642 ડોલર મળે છે.
  • તેવી જ રીતે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને બ્લોગની કમાણીમાં પણ ઉછાળો આયો છે. વર્ષ 2006માં એક સ્પોન્સર્ડ બ્લોગ માટે આશરે 7.39 ડોલર મળતા હતા, જ્યારે આજે તેના માટે 1442 ડોલર મળે છે.
  • સૌથી વધારે મોંઘી યુટ્યુબ વીડિયોની સ્પોન્સરશિપ છે. તેમાં 5 વર્ષમાં 16 ગણો વધારો થયો છે.વર્ષ 2014માં યુટ્યુબ ઈનફ્લુઅન્સરને એક સ્પોન્સર્ડ વીડિયો કન્ટેન્ટ માટે 420 ડોલર મળતા હતા, જે આંકડો 2016માં 6700 સુધી પહોંચી ગયો.
  • ફેસબુકમાં ઈનફ્લુઅન્સરને એક પોસ્ટ પર આશરે 8 ડોલર મળતા હતા, જેને હાલ આશરે 395 ડોલર મળે છે. ટ્વિટર ઈનફ્લુઅન્સરને વર્ષ 2014માં એક ટ્વીટ માટે 29 ડોલર મળતા હતા, જે આજે 422 ડોલરમાં ફેરવાઈ ગયા છે.
  • કંપનીએ રિપોર્ટમાં કહ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં ઈનફ્લુઅન્સર્સના સ્પોન્સર્ડ પોસ્ટમાં 150 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020 સુધી ઈનફ્લુઅન્સર માર્કેટ 100 કરોડ ડોલરનું થઈ જશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Social media influencers will grow 10 to 12 times in 5 years, this market will be $ 100 million by 2020


from Divya Bhaskar https://ift.tt/2NUeQZ5

No comments:

Post a Comment