Saturday, 18 January 2020

નોઇસ કંપનીએ ભારતમાં 5,499 રૂપિયાના શોટ્સ XO ઈયરફોન લોન્ચ કર્યા, વોઇસ અસિસ્ટન્ટને સપોર્ટ કરશે

ગેજેટ ડેસ્ક: અમેરિકાની ઓડિયોના સાધનો બનાવતી નોઇસ કંપનીએ ભારતના માર્કેટમાં વાયરલેસ ઈયરફોન શોટ્સ XO લોન્ચ કર્યા છે. આ ઈયરફોનની કિંમત ભારતમાં 5,499 રૂપિયા છે. કંપનીએ આ ઈયરફોનની ચાર્જિંગ ટેક્નિક બદલી છે.

નવા ચાર્જિંગ કેસને રાઉન્ડ શેપમાં ડિઝાઇન કર્યું છે. તે મેટાલિક વ્હાઈટ, રોઝ ગોલ્ડ અને સ્પેસ ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ઈયરફોનનું વેચાણ શરુ થઈ ગયું છે. ગ્રાહકો તેને એમેઝોન, ફ્લિપકાર્ટ, કંપનીની ઓફિશિયલ સાઈટ અને અમુક ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકશે.

નોઇસ ઈયર ફોનની ખાસિયત

  • નોઇસ કંપનીના વાયરલેસ ઈયરફોન શોટ્સ XOમાં ઘણા ઇન્ટરેસ્ટિંગ ફીચર્સ જોવા મળશે. ઈયરફોનને વોટર રઝિસ્ટન્ટ IPX7 રેટિંગ અને તે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
  • કંપનીએ દાવો કર્યો છે કે, એક વખત ફુલ ચાર્જ થઈ ગયા પછી ઈયરફોન 36 કલાકનું બેટરી બેકઅપ મળશે. ઈયરફોનના કેસને યુએસબી ટાઈપ-સી પોર્ટથી ચાર્જ કરી શકાય છે. આ હેડસેટ બ્લુટૂથ 5.0 અને વોઇસ અસ્ટિસ્ટનને સપોર્ટ કરે છે. ઈયરફોન માત્ર 2 જ કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.
  • હાલ કંપનીના શોટ્સ X3 અને શોટ્સ X-બડ્સ ઈયરફોન ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Noise company launches Shots XO earphones worth Rs 5,499 in India, will support voice assistant
Noise company launches Shots XO earphones worth Rs 5,499 in India, will support voice assistant
Noise company launches Shots XO earphones worth Rs 5,499 in India, will support voice assistant


from Divya Bhaskar https://ift.tt/2G3Rtrb

No comments:

Post a Comment