ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ અફોર્ડેબલ સ્માર્ટફોન ‘રિઅલમી 5i’ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. ફોનનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં ચાર રિઅર કેમેરા અને વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનું વેચાણ 15 જાન્યુઆરીથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે.
Check out the official unboxing of #realme5i, #TheStylishPowerhouse with a 5000mAh Battery, new Sunrise Design, Snapdragon 665 AIE & Ultra-Wide Quad Camera setup.
— realme (@realmemobiles) January 10, 2020
Starting at ₹8,999, sale begins at 12 PM, 15th Jan on @Flipkart & https://t.co/HrgDJTHBFXhttps://t.co/zvBeZYK5uI pic.twitter.com/VHmepaHPLZ
ફોનની ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ડિસ્પ્લે પેનલ પર 2.5D કર્વ્ડ કોર્નિંગ ગોરીલા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનનાં એક્વા બ્લૂ અને ફોરેસ્ટ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થયા છે.
કનેકિટવિટી માટે ફોનમાં 4G LTE, બ્લુટૂથ 5.0, વાઇફાઇ 802.11AC, 3.5mm ઓડિયો જેક અને GPS આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
ઓફર
કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી કરવા પર જિઓ તરફથી 7,550 રૂપિયા સુધીનો ફાયદો મળશે. ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડથી કરવા પર ગ્રાહકોને 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા આપવામાં આવી રહી છે.
‘રિઅલમી 5i’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.52 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | HD+ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે |
| OS | ColorOS 6.0.1 બેઝ્ડ એન્ડ્રોઇડ પાઈ |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 |
| રેમ | 4GB |
| સ્ટોરેજ | સ્ટોરેજ 64GB |
| રિઅર કેમેરા | 12MP+ 8MP + 2MP + 2MP |
| ફ્રન્ટ કેમેરા | 8 MP |
| બેટરી | 5000 mAh વિથ 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37KmuMO
No comments:
Post a Comment