ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા ટેક શૉ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ 2020માં અનેક કંપનીએ પોતાની ટેક્નોલોજી રજૂ કરી છે, આ શૉમાં ટેસ્લાસૂટે પોતાના VR (વર્ચ્યુઅલ રિયાલિટી) ગ્લવ્સ રજૂ કર્યા છે. કંપનીએ તેને‘ટેસ્લાસૂટ ગ્લવ્સ’ નામ આપ્યું છે. આ ગ્લવ્સ યુઝરની બાયોમેટ્રિક એક્ટિવિટીને ટ્રેક કરે છે.
આ ગ્લવ્સ ટ્રેનિંગ, મેડિકલ રીહેબિલિટેશન (ફેરફારો) અને અન્ય પ્રોફેશનલ ઉપયોગ માટે વિકસાવવામાં આવ્યા છે. વિવિધ ટેક્નોલોજીની મદદથી આ ગ્લવ્સ યુઝરને વિવિધ ઓબ્જેક્ટ્સનો ટચિંગ અને હોલ્ડિંગનો અનુભવ આપશે. તે સમયે ગ્લવ્સ યુઝરના હૃદયના ધબકારાં સહિતની અનેક બાયોમેટ્રિક જાણકારી રેકોર્ડ કરશે. આ ગ્લવ્સને વાઇફાઇનાં માધ્યમથી કંપનીના વર્ચ્યુઅલ સ્યૂટ સાથેપણ કનેક્ટ કરી શકાય છે.
આ ગ્લવ્સ યુઝરના હાથની આંગળીઓ અને કાંડાની ગતિવિધિઓને ટ્રેક કરશે. આ ગ્લવ્સમાં પલ્સ ઓક્સિમીટર યુઝરના હૃદય ના ધબકારાંની માહિતી આપશે. તેની મદદથી તણાવ સહિતની અનેક શારીરિક અવસ્થાઓની જાણકારી યુઝર જાણી શકશે. ગ્લવ્સની દરેક આંગળીઓ પર હેપ્ટિક ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ટચ અને ટેક્ચર ઇફેક્ટ દર્શાવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36FoKF3
No comments:
Post a Comment