Saturday, 18 January 2020

સેમસંગ કંપનીના ‘ધ ફ્રેમ QLED ટીવી’નાં 65 ઇંચ અને 55 ઇંચના વેરિઅન્ટનો સેલ શરૂ થયો, પ્રારંભિક કિંમત ₹ 84,990

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગે ‘ધ ફ્રેમ QLED ટીવી’નાં 65 ઇંચ અને 55 ઇંચના વેરિઅન્ટનો સેલ શરૂ કર્યો છે. આ ટીવીને વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવ્યાં હતાં. 65 ઇંચનાં ટીવીની કિંમત 84,990 અને 55 ઈંચના ટીવીની કિંમત 1,59,990 છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલાં રિપબ્લિક સેલ દરમિયાન 19થી 22 જાન્યુઆરી સુધી ટીવીનું બુકિંગ કરાવી શકાશે. જોકે ગ્રાહકોને 1 ફેબ્રુઆરીથી તેની ડિલિવરી મળશે. આ સિવાય ગ્રાહકો સેમસંગ સ્ટોર્સ પરથી પણ ટીવીની ખરીદી કરી શકશે.

ઓફર
ફ્લિપકાર્ટ પરથી ટીવીની ખરીદી એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી કરવા પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ICICI બેંકનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ટીવીની ખરીદી પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય પ્રતિ માસ 6,667 રૂપિયાની ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળી રહી છે.

‘ધ ફ્રેમ QLED ટીવી’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • ‘ધ ફ્રેમ QLED ટીવી’નાં બંને વેરિઅન્ટમાં માત્ર ડિસ્પ્લે સાઈઝ જ અલગ છે. બાકી બધા જ સ્પેસિફિકેશન સરખા છે.
  • ‘ધ ફ્રેમ QLED ટીવી’ અલ્ટ્રા HD 4K 3840 x 2160 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે. ટીવીની સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે.
  • ટીવીમાં ક્વૉડકોર ક્વોન્ટમ પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • ટીવીમાં યુટયૂબ, નેટફ્લિક્સ અને હોટ સ્ટાર એપ્સ સપોર્ટ કરે છે. આ સિવાય પ્રાઈમ વીડિયો, એપલ ટીવી, ઝી-5, જિઓ સિનેમા સહિતની એપ્સ પણ સ્પૉર્ટ કરે છે.
  • ટીવીમાં આર્ટ મોડ, આર્ટ સ્ટોર, મોશન સેન્સર, બ્રાઇટનેસ સેન્સર, ગૂગલ અસિસ્ટન્ટ, હોટકીઝ સહિતનાં ફીચર્સ આપવામાં આવ્યા છે.
  • આ ટીવીને ઇન્સ્ટોલ્ડ કરવા પર વોલ અને ટીવી વચ્ચે કોઈ જગ્યા રહેતી નથી. મોબાઈલ એપ દ્વારા ટીવીને કન્ટ્રોલ પણ કરી શકાય છે.
  • કનેક્ટિવિટી માટે ટીવીમાં 4 HDMI પોર્ટ, 3 USB પોર્ટ અને બિલ્ટ ઈન વાઇફાઇની સુવિધા આપવામાં આવી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung company start a sale ' 65 inch and 55 inch variants of 'The Frame QLED TV', starting price 84,990


from Divya Bhaskar https://ift.tt/362ALTS

No comments:

Post a Comment