Friday, 13 March 2020

શાઓમીની અપકમિંગ પ્રોડક્ટ 16 માર્ચે લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ રેડમી નોટ 9 સિરીઝના સ્માર્ટફોન પછી ચાઈનીઝ ટેક કંપની શાઓમી નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીનાં ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ મનુકુમારના ટ્વીટ અનુસાર, 16 માર્ચે કંપની અપકમિંગ પ્રોડક્ટ લોન્ચ કરશે.

જોકે આ પ્રોડક્ટ કઈ હશે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ કંપનીની ટીઝર મુજબ આ પ્રોડક્ટ વાયરલેસ ચાર્જર હોઈ શકે છે. આ પ્રોડક્ટ વાયરલેસ પાવરબેંક અથવા વાયરલેસ ચાર્જર હોઈ શકે છે.

કંપનીએ આ અગાઉ 40 વૉટનાં ફાસ્ટ વાયરલેસ ચાર્જરનું ટીઝર રિલીઝ કર્યું હતું. કંપનીના વાઇસ પ્રેસિડન્ટ Chang Chengએ વીબો સાઈટ પર પોસ્ટ કરી તેને શૉ કેસ કર્યું હતું. આ ચાર્જર 40 મિનિટમાં 100% ચાર્જિંગની ક્ષમતા ધરાવે છે. જોકે આ ચાર્જરની ભારતમાં લોન્ચ થવાની શક્યતા ઓછી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's upcoming product launches on March 16


from Divya Bhaskar https://ift.tt/38PBt84

No comments:

Post a Comment