Tuesday, 17 March 2020

મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર ધરાવતો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન ‘રિઅલમી 6i’ મ્યાનમારમાં લોન્ચ થયો

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ‘6’ સિરીઝનો સ્માર્ટફોન ‘રિઅલમી 6i’ લોન્ચ કર્યો છે. મ્યાનમારમાં ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા ફોનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર અને રિઅલમી UI બેઝ્ડ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનનાં 3GB + 64GB અને 4GB + 128GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનનાં મિલ્ક વ્હાઇટ અને ગ્રીન ટી કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

કિંમત અને વેરિઅન્ટ
3GB + 64GB: KS 249,900 (આશરે 13,000 રૂપિયા)
4GB + 28GB: KS 299,900 (આશરે 15,600 રૂપિયા)

મ્યાનમારમાં ફોનનું વેચાણ 29 માર્ચે શરૂ કરવામાં આવશે. ફોનનું પ્રિ બુકિંગ 18 માર્ચથી 26 માર્ચ સુધી કરી શકાશે. જોકે ભારત સહિત અન્ય દેશોમાં ફોનને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ સ્પષ્ટતા કરી નથી.

સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન રીવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે.


‘રિઅલમી 6i’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.5 ફુલ HD+ વોટરડ્રોપ મિનિ
OS રિઅલમી UI બેઝ્ડ એન્ડ્રોઇડ 10
પ્રોસેસર મીડિયાટેક હીલિયો G80
રિઅર કેમેરા 48MP + 119 ડિગ્રી અલ્ટ્રા વાઈડ એંગલ + પોટ્રેટ લેન્સ + મેક્રો લેન્સ
ફ્રન્ટ કેમેરા 16MP
રેમ 3GB/4GB
સ્ટોરેજ 64GB/128GB
બેટરી 5,000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Realme 6i' launches in Myanmar, world's first smartphone with MediaTek Helio G80 processor


from Divya Bhaskar https://ift.tt/2UbsadG

No comments:

Post a Comment