Tuesday, 5 May 2020

એપલનું 13 ઈંચનુ મેકબુક પ્રો (2020) લેપટોપ લોન્ચ થયું, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 1,22,990

ટેક જાયન્ટ એપલે સાઈલન્ટલી 13 ઈંચનુ મેકબુક પ્રો (2020) લેપટોપ લોન્ચ કર્યું છે. અમેરિકા સાથે ભારતમાં પણ તેને લોન્ચ કરવામાં આવ્યું છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 1,22,990 રૂપિયા છે. મેકબુક પ્રો (2020)ના કુલ 4 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. મેકબુક પ્રોમાં નવું મેજિક કી-બોર્ડ મળશે. તેમાં Core i5 પ્રોસેસર અને macOS ઓપરેટિંગ સિસ્ટમ મળશે. એપલની ઓફિશિયલ વેબસાઈટ પર મેકબુક પ્રો (2020)નું લિસ્ટિંગ થયું છે પરંતુ તેનાં વેચાણ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

મેકબુક પ્રો (2020)ની ભારતમાં કિંમત

મેકબુક પ્રો (2020)નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 1,22,990, તેનાંથી ઉપરનાં વર્ઝનની કિંમત 1,42,990 રૂપિયા, સેકન્ડ ટોપ વેરિઅન્ટની કિંમત 1,74,900 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 1,94,900 રૂપિયા છે.મેકબુક પ્રોનાં સ્પેસ ગ્રે અને સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થચાં છે.

મેકબુક પ્રો (2020)નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • લેટેસ્ટ મેકબુક પ્રોમાં Core i5 પ્રોસેસર અને macOS ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
  • તેમાં 13.3 ઈંચની LED 2560x1600 રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લે ટ્રુ ટોન ટેક્નોલોજી સપોર્ટ કરે છે.
  • મેકબુક પ્રોમાં 8GB/16GBની રેમ અને 256GB/512GB/1TBનું સ્ટોરેજ મળશે.
  • તેમાં ઈન્ટેલ આઈરિસ ગ્રાફિક્સ 645 ગ્રાફિક્સ કાર્ડ મળશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 2 USB પોર્ટ ટાઈપ સી પોર્ટ, 802.11ac Wi‑Fi, બ્લુટૂથ 5.0 અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
  • તેમાં 4K વીડિયો એડિટ કરી શકાશે. સાથે જ તેમાં પ્રો ડિસ્પ્લે XDR અને 6K રિઝોલ્યુશનનો પણ ઓપ્શન મળે છે.
  • મેકબુક પ્રોમાં વોઈસ કન્ટ્રોલ, રિડ્યુસ મોશન, સ્વિચ કન્ટ્રોલ, ટેક્સ્ટ ટુ સ્પીચ, સિરી એન્ડ ડિક્ટેશન સહિતનાં અનેક ફીચર્સ મળશે.
  • ફોટોસ, આમૂવી, નંબર્સ, વોઈસ મેમોસ, સ્ટોક, એપલ ટીવી, એપ સ્ટોર, ફાઈન્ડ માય સહિતની ઈન બિલ્ટ એપ્સ મળશે.
  • તેમાં 58.3 વૉટ અવરની બેટરી આપવામાં આવી છે, જે 10 કલાક સુધી વાયરલેસ વેબ અને 30 દિવસ સુધી સ્ટેન્ડ બાય ટાઈમ આપે છે.
  • મેકબુક પ્રો (2020)નું વજન 1.4 કિલોગ્રામ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple launches 13-inch MacBook Pro (2020) laptop, basic variant priced at ₹ 1,22,990


from Divya Bhaskar https://ift.tt/2YCiIDM

No comments:

Post a Comment