એપલના નવા આઇફોન SE (2020)નું વેચાણ આજથી ઇન્ડિયન માર્કેટમાં શરૂ થઈ ગયું છે. સેલ 12PMથી શરૂ થઈ ગયો છે. ગ્રાહક ફ્લિપકાર્ટ પર ઓનલાઇન ઓર્ડર પ્લેસ કરી શકશે. HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરનાર ગ્રાહકોને 3,600 રૂપિયાનુંકેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ફોન એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકોડાઉનના કારણે તેનું વેચાણ શરૂ નહોતું થઈ શક્યું. આ સ્માર્ટફોનનું ઓફલાઇન વેચાણ ક્યારથી શરૂ થશે એ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા નથી કરી.
HDFC કેશબેક ઓફરની ડિટેલ
નવા આઇફોન SEના બેઝ 64 GB મોડેલની કિંમત 42,500 રૂપિયા છે. એપલના પાર્ટનર HDFC બેંક આની પર કેશબેક ઓફર કરી રહી છે. ત્યારબાદ નવા આઇફોન SEની કિંમત 38,900 રૂપિયા થઈ જશે.
HDFC આ મોબાઇલ ફોન પર 3,600 રૂપિયાનું કેશબેક આપી રહી છે, જે HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને મળશે.
વેરિઅન્ટ પ્રમાણે કિંમત
ભારતમાં તેના 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 42,500 રૂપિયા, 128GB સ્ટોરેજ વેરિઅન્ટનીકિંમત 47,800 રૂપિયા અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 58,300 રૂપિયા છે. ભારતમાં આ બ્લેક, વ્હાઇટ અને રેડ કલરમાં આવશે.
અમેરિકા કરતાં ભારતમાં કિંમત 39% વધારે
| વેરિઅન્ટ | ભારતમાં કિંમત | અમેરિકામાં કિંમત | % કિંમત વધારે |
| 64GB | 42,500 રૂપિયા | 30,600 રૂપિયા | 39% |
| 128GB | 47,800 રૂપિયા | 38,200 રૂપિયા | 25% |
| 256GB | 58,300 રૂપિયા | 45,000 રૂપિયા | 30% |
અમેરિકામાં નવા આઇફોન SE (2020)ના 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $399 એટલે કે લગભગ 30,600 રૂપિયા, 128GB મોડેલની કિંમત $499 એટલે કે 38,200 રૂપિયા અને 256GB મોડેલની કિંમત $549 એટલે કે આશરે 45,000 રૂપિયા છે.
આઇફોન SEનાં બેઝિક સ્પેસિફિકેશન
- ફોનમાં 4.7 ઇંચની રેટાના HD IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 750x1334 પિક્સલ રિઝોલ્યૂશન મળે છે. તેમાં ટ્રુ ટોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, જે વ્હાઇટ બેલેન્સને અડજસ્ટ કરે છે.
- આ ડોલ્બી વિઝન સાઉન્ડ અને HDR10 સપોર્ટ કરે છે. આઇફોન SE (2020)માં A13 બાયોનિક ચિપસેટ આપવામાં આવી છે, જે આઇફોન 11 સિરીઝમાં પણ મળે છે.
- ફોટોગ્રાફી માટે આ ફોનમાં 12 મેગાપિક્સલનો સિંગલ રિઅર કેમેરા અને તેની સાથે LED ટ્રુ ટોન ફ્લેશ છે. આ 60fps સુધી 4K વીડિયો રેકોર્ડિંગ સ્પોર્ટ મળે છે અને ફોટો માટે સ્માર્ટ HDR સપોર્ટ મળે છે. સેલ્ફી માટે તેમાં 7 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.
- કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, વાઇ-ફાઇ 802.11, વાઇ-ફાઇ કોલિંગ, બ્લુટૂથષ જીપીએસ અને લાઇટનિં પોર્ટ છે. તેમાં 3.5mmનો હેડફોન જેક નહીં મળે. નવા આઇફોનમાં ટચ ID બટન આપવામાં આવ્યું છે.
- તેમાં એક્સીલેરોમીટર, એમ્બિન્ટ લાઇટ સેન્સર, બારોમીટર, થ્રી-એક્સિસ ઝાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર મળે છે. તેને ડસ્ટ અને વોટર રઝિસ્ટન્ટ માટે IP67 રેટિંગ આપવામાં આવી છે. આ 1 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી કામ કરી શકે છે.
- દર વખતની જેમ આ વખતે પણ કંપનીએ બેટરી સાઇઝ અને રેમ વિશે કોઈ જાણકારી નથી આપી. પરંતુ એટલું જરૂર જણાવ્યું છે કે, નવા આઇફોન SE 2020માં આઇફોન 8ની જેમ જ 13 કલાકનો વીડિયો પ્લેબેક ટાઇમ અને 40 કલાકનો ઓડિયો પ્લેબેક ટાઇમ મળશે. ફોનમાં 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે, જે 30 મિનિટમાં 50% સુધી બેટરી ચાર્જ કરશે. જો કે, બોક્સમાં ચાર્જર નહીં મળે. તેમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XgOjbI
No comments:
Post a Comment