Wednesday, 17 June 2020

‘ગૂગલ ડ્યૂઓ’ વેબ પર હવે એકસાથે 32 લોકો વીડિયો કોલ પર વાત કરી શકશે

વેબ પર ગૂગલ ડ્યૂઓ વાપરનારા યુઝર્સ હવે એકસાથે 32 લોકો સાથે વીડિયો કોલિંગમાં વાત કરી શકશે. આ માહિતી કંપનીના પ્રોડક્ટ એન્ડ ડિઝાઇનના સિનિયર ડિરેક્ટર સેનાઝ એહરી લેમલ્સને શેર કરી છે. ક્રોમ વેબ બ્રાઉઝરના લેટેસ્ટ વર્ઝનના યુઝર્સ આ ફીચરનો લાભ ઉઠાવી શકશે. સેનાઝે સોશિયલ મીડિયા પર ગ્રુપ વીડિયો કોલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

મે મહિનામાં ગૂગલે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં યુઝર્સ વેબમાં પણ ગૂગલ ડ્યૂઓમાં ગ્રુપ વીડિયો કોલ કરી શકશે. તો બીજી તરફ કંપનીએ એપ્રિલ મહિનામાં ગૂગલ ડ્યૂઓનું મોબાઈલ વર્ઝન પણ અપડેટ કર્યું હતું. તેમાં સિંગલ કોલમાં એકસાથે 12 યુઝર વીડિયો કોલ કરી શકતા હતા. તે સમયે ગ્રુપ પ્રોડક્ટ મેનેજર ડેવ સિટ્રોને કહ્યું હતું કે, ‘દર અઠવાડિયે ગૂગલ ડ્યૂઓમાં આશરે 1 કરોડ લોકો સાઈન-અપ કરે છે. આ એપથી દુનિયાભરમાં લોકોની વાતો 10 ગણી વધી ગઈ છે. ’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google Duo Now Lets You Make Video Calls With up to 32 People


from Divya Bhaskar https://ift.tt/2AMctDZ

No comments:

Post a Comment