ચાઈનીઝ ટેક કંપની ઓનરે બુધવારે ચીનમાં ‘ઓનર પ્લે 4’ 5G સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં ‘ઓનર પ્લે 4’ અને ‘ઓનર પ્લે 4 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. ‘ઓનર પ્લે 4 પ્રો’ની ખાસ વાત એ છે કે, તેમાં ઈફ્રારેડ સેન્સર મળશે, જે શરીરનું તાપમાન માપી શકશે. કોરોનાવાઈરસના શરૂઆતનાં લક્ષણોમાં શરીરનું તાપમના વધે છે. તેથી આ નવા કોનસેપ્ટ સાથેનો ‘ઓનર પ્લે 4 પ્રો’ સ્માર્ટફોન ઈનડિમાન્ડ રહે તેવી શક્યતા છે.
કિંમત અને વેરિઅન્ટ
ઓનર પ્લે 4 (6GB+128GB) : 1799 ચીની યુઆન (આશરે 19,100 રૂપિયા)
ઓનર પ્લે 4 (8GB+128GB) : 199 ચીની યુઆન (આશરે 21,200 રૂપિયા)
ઓનર પ્લે 4 પ્રો (8GB+128GB) : 2999 ચીની યુઆન (આશરે 31,800 રૂપિયા)
‘ઓનર પ્લે 4’નાં મેજકિલ નાઈટ બ્લેક, ફેન્ટમ બ્લૂ અને આઈસલેન્ડ ઈલ્યુશન તેમજ ‘ઓનર પ્લે 4 પ્રો’નાં મેજિકલ નાઈટ બ્લેક, બ્લૂ અને આઈસલેન્ડ ઈલ્યુશન કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. બંને ફોનનું વેચાણ ચીનમાં 9 જૂને શરૂ થશે. જોકે ફોનનાં ગ્લોબલ લોન્ચિંગ વિશે કંપનીએ હજું મૌન સાધ્યું છે.
‘ઓનર પ્લે 4’નાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન
- આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
- ફોનમાં 6.81 ઈંચની ફુલ HD+ 1080x2400 પિક્સલની ડિસ્પ્લે મળશે.
- ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને લેટેસ્ટ ઓક્ટાકોર મીડિયાટેક ડાઈમેન્સિટી 800 પ્રોસેસર મળશે.
- ફોનમાં 64MP + 8MP + 2MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 802.11ac, GPS/A-GPS, USB ટાઈપ સી પોર્ટ, બ્લુટૂથ 5.1 અને 3.5mmનો ઓડિયો જેક આપવમાં આવ્યો છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે સેન્સર મળશે.
- 22.5 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4300mAhની બેટરી મળશે.
‘ઓનર પ્લે 4’નાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન
- આ ફોનમાં પણ બેઝિક વેરિઅન્ટની જેમ ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ મળશે.
- પ્રો વેરિઅન્ટમાં 6.57 ઈંચની ફુલ HD+ 1080x2400 પિક્સલ મળે છે.
- ફોનમાં એન્ડ્રોઈડ 10 વિથ મેજિક UI 3.1 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર હાઈસિલિકો કિરિન 990 SoC પ્રોસેસર મળશે.
- ફોનમાં 40MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP + 8MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ મળશે.
- આ ફોનમાં ખાસ ઈન્ફ્રારેડ સેન્સર મળે છે, જે ફોનની બેક પેનલમાં ઈનસ્ટોલ્ડ છે. આ સેન્સર માઈનસ 20 ડિગ્રીથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપે છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 802.11ac, GPS/A-GPS, USB ટાઈપ સી પોર્ટ, બ્લુટૂથ 5.1 અને 3.5mmનો ઓડિયો જેક આપવમાં આવ્યો છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે સેન્સર મળશે.
- 40 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4200mAhની બેટરી મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30jAlcD
No comments:
Post a Comment