વિયરેબલ પ્રોડક્ટ બનાવતી અમેરિકન ટેક કંપની ફિટબિટે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખી ઓછી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાવાળું ‘ફિટબિટ ફ્લો’ વેન્ટિલેટર તૈયાર કર્યું છે. તેને અમેરિકન સંસ્થા FDA (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) દ્વારા મંજૂરી પણ મળી છે. જોકે આ વેન્ટિલેટરનો ઉપયોગ ત્યારે જ કરી શકાશે જ્યાકે પારંપરિક વેન્ટિલેટરની અછત વર્તાય. આ વેન્ટિલેટરમાં ઓટોમેટેડ કમ્પ્રેશર્સ, સેન્સર્સ, અલાર્મ સહિતની અનેક સુવિધાઓ છે. તેની કિંમત આશરે $5000 (આશરે 37,000 રૂપિયા) છે.
ઓરેગૉન હેલ્થ એન્ડ સાયન્ય યુનિવર્સિટી સાથે મળી વેન્ટિલેટર બનાવ્યું
આ વેન્ટિલેટરનો સરળ રીતે ઉપયોગ કરી શકાય તેવી રીતે તેને ડેવલપ કરાયું છે. મેડિકલ સ્ટાફની મહદઅંશે મદદ કરી શકાય તેવી રીતે તેને ડિઝાઈન કરવામાં આવ્યું છે.
વેન્ટિલેટરના ટેસ્ટિંગ માટે કંપનીએ એમેરિકાની ઓરેગૉન હેલ્થ એન્ડ સાયન્ય યુનિવર્સિટી હોસ્પિટલમાં કોરોનાવાઈરસની સારવાર કરી રહેલાં ડોક્ટર્સ સાથે મળીને કામ કર્યું છે.
વૈશ્વિક સ્તરે વેન્ટિલેટરની અછત પૂરીથશે
ફિટબિટના કો ફાઉન્ડર અને CEO જેમ્સ પાર્કના જણાવ્યા અનુસાર, કંપનીએ એડવાન્સ સેન્સર ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ સપ્લાય ચેનમાં અવસર જોઈને વિશ્વમાં વેન્ટિલેટકની અછત દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
પારંપરિક વેન્ટિલેટરની ગેરહાજરીમાં ‘ફિટબિટ ફ્લો’નો ઉપયોગ
ફિટબિટના વેન્ટિલેટરનો ઉપયોગ કોઈ પણ મેડિકલ સંસ્થા ત્યારે જ કરી શકશે જ્યારે તેમની પાસે પાંરપરિક વેન્ટિલેટર ન હોય. આ વેન્ટિલેટરને ખાસ કોરોનાવાઈરસ મહામારીના સમયે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિકસાવાયું છે. ઓરેગૉન હેલ્થ એન્ડ સાયન્ય યુનિવર્સિટીના અસિસ્ટન્ટ પ્રોફેસર ડેવિડ શેરડિનના જણાવ્યા અનુસાર, ફિટબિટ ફ્લો અવિશ્વનીય ઈનોવેશનનું ઉત્તમ ઉદાહરણ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XyhPLs
No comments:
Post a Comment