ફાઈનલી ટેક જાયન્ટ ગૂગલે એપલના એરડ્રોપ સ્ટાઈલ એન્ડ્રોઈડનું ‘નિયરબાય શેર’ ફાઈલ શેરિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરથી ઈન્ટરનેટ કે કોઈ એડિશનલ એપ વગર જ ડેટા ટ્રાન્સફર કરી શકાશે. આ ફીચર એન્ડ્રોઈડ 6.0 અને તેની ઉપરના તમામ વર્ઝન પર સપોર્ટ કરશે.
ગૂગલ આ ફીચર પર છેલ્લાં 1 વર્ષથી કામ કરી રહી હતી. એન્ડ્રોઈડનાં ફાઈલ શેરિંગ ફીચરથી ઈન્ટરનેટ વગર ફોટો, વીડિયો, લિંક સહિતનો ડેટા ટ્રાન્સફર કરી શકાશે.ગૂગલ ક્રોમ બ્રાઉઝર ધરાવતા ડિવાઈસ હોલ્ડર પણ તેનો ઉપયોગ કરી શકશે. હાલ કંપનીએ તેને પિક્સલ અને કેટલાક સેમસંગ યુઝર્સ માટે જ લોન્ચ કર્યું છે. ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.
સિક્યોરિટી માટે 'hidden' ઓપ્શન પણ મળશે
- નિયરબાય ફીચરમાં કંપનીએ યુઝર્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે વિઝિબિલિટી ઓપ્શન પણ આપ્યા છે.
- યુઝર્સ 'all', 'some' અને 'hidden'માંથી કોઈ એક ઓપ્શનની વિઝિબિલિટીના ઓપ્શનની પસંદગી કરી શકશે.
- 'all' ઓપ્શનમાં નિયરબાય ફીચર ઓન કરવા પર ડિવાઈસની રેન્જની આસપાસ રહેલા તમામ કોન્ટેક્ટ્સ અને અન્ય યુઝર્સ જોવા મળશે.
- 'some'ની પસંદગી કરવા પર યુઝર કોન્ટેક્ટ્સને જ શોર્ટલિસ્ટ કરી શકશે.
- 'hidden' ઓપ્શન પસંદ કરવા પર યુઝર્સને કોઈ ફાઈન્ડ નહીં કરી શકે ન યુઝર્સ અન્ય કોઈ યુઝર્સને ફાઈન્ડ કરી શકશે.
ડેટા ટ્રાન્સફર કરવા માટે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડશે
જ્યારે કોઈ યુઝર્સ આ ફીચરથી તમારી સાથે ડેટા શેર કરવા માગે છે તો તમને એક્સ્પેટ અને રિજેક્ટ એમ 2 ઓપ્શન મળશે. કોઈ પણ એન્ડ્રોઈડ ડિવાઈસમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. એન્ડ્રોઈ ફોનથી પણ ક્રોમબુક સાથે ડેટા શેર કરી શકાશે. જોકે આ ફીચર માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસ પર જ કામ કરશે. એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ વચ્ચે ડેટા ટ્રાન્સફર નહીં કરી શકાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kcMp6F
No comments:
Post a Comment