ગેજેટ ડેસ્ક: ગયા મહિને એમેઝોન કંપનીએ એલેક્સામાં હિન્દી અને હિંગ્લિશ લેન્ગવેજ સપોર્ટ થવાની જાહેરાત કરી હતી. હાલમાં કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે મલ્ટિલિંગ્વલ (બહુભાષી) મોડ એલેક્સામાં અવેલેબલ છે. યુઝર્સ એલેક્સાને હિન્દી અને અંગ્રેજીમાં એમ બંને ભાષામાં કમાન્ડ આપી શકશે, જેના માટે તેને લેન્ગવેજ બદલવાની જરૂર પણ નહીં પડે.
ભારતના ગ્રાહકો એલેક્સા સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાત કરી શકશે. અમેરિકામાં એલેક્સા અંગ્રેજી અને સ્પેનિશને સપોર્ટ કરે છે જ્યારે કેનેડામાં એલેક્સા અંગ્રેજી અને ફ્રેન્ચને સપોર્ટ કરશે. મલ્ટિલિંગ્વલ મોડ યુઝર એક કરતાં વધારે ભાષામાં વાત કરશે ત્યારે તેને મદદરૂપ થશે.
આ ફીચરનો લાભ ઉઠાવવા માટે યુઝરે ઇંગલિશ/હિન્દી ભાષામાં સ્વીચ કરવાનું રહેશે જે ડિવાઇસ સેટિંગ કે એલેક્સા એપમાંથી થઈ શકશે. આ મોડનો લાભ લેવા માટે યુઝર પાસે અપડેટેડએપ અને લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2M1LtmD
No comments:
Post a Comment