Friday, 22 November 2019

સ્નેપચેટ એપમાં ટાઈમ મશીન નામનું નવું ફિલ્ટર ઉમેરવામાં આવ્યું

ગેજેટ ડેસ્કઃ સ્નેપચેટ એપમાં 'ટાઈમ મશીન' નામનું એક નવું ફિલ્ટર ઉમેરવામાં આવ્યું છે. આ ફિલ્ટરની મદદથી બદલાતી ઉંમર સાથે યુઝરનો ચહેરો કેવો દેખાશે તે જોઈ શકાય છે અને તેને કેપ્ચર પણ કરી શકાય છે. ટાઈમ મશીન ટૂલમાં એડવાન્સ મશીન લર્નિંગ અને ટ્રેનિંગ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી રિઅલ ટાઈમમાં યંગ અને ઓલ્ડઇજનો ચહેરો જોઈ શકાય છે. ટાઈમ મશીન લેન્સ એન્ડ્રોઇડ અને આઈફોન બંને યુઝર માટે ઉપલબ્ધ છે.


આ નવા લેન્સનો એક્સપિરિયન્સ લેવા માટે સ્નેપચેટ એપમાં જઈને સ્માઈલી બટન પર ટેપ કરીને ટાઈમ મશીન લેન્સ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ સ્ક્રીન પર લેફ્ટ અને રાઈટ સાઈડ એડ્જસ્ટ કરીને યંગ અને ઓલ્ડ એજનો ચેહરો જોઈ શકાશે. ટાઈમ મશીન સ્ટ્રિપમાં એજ સિલેક્ટ કરીને શટર બટન પર ક્લિક કરીને ફાટો કેપ્ચર કરી શકાય છે.

ટાઈમ મશીન લેન્સનો ઉપયોગ ફોનના ફ્રન્ટ અને રિઅર બંને કેમેરાથી કરી શકાય છે. સ્નેપચેટ એપમાં આ લેન્સથી કરેલી ફોટોગ્રાફી અથવા વીડિયોગ્રાફીને ડાઉનડલોડ અથવા એક્સપોર્ટ કરી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A new filter called Time Machine has been added to the Snapchat app


from Divya Bhaskar https://ift.tt/2Davu0k

No comments:

Post a Comment