Saturday, 23 November 2019

ફોસિલે ભારતીય માર્કેટમાં ‘Gen 5’ સ્માર્ટવોચ લોન્ચ કરી, કિંમત રૂ. 22,995થી શરૂ 

ગેજેટ ડેસ્ક. અમેરિકન કંપની ફોસિલે ભારતીય માર્કેટમાં ‘Gen 5’ સ્માર્ટવોચ લોન્ચ કરી દીધી છે. તે ગૂગલ સ્માર્ટવોચના વેઅર ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. સ્માર્ટવોચમાં હાર્ટરેટ મોનિટર, એક્સીલીરોમીટર, જાયરોસ્કોપ, એલ્ટીમીટર અને એક એંબિયંટ લાઈટ સેંસર આપવામાં આવ્યું છે. તેની શરૂઆતી કિંમત 22,995 રૂપિયા છે.આ સીરિઝને ફોસિલ ઈન્ડિયાની વેબસાઈટની સાથે રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે.


ફોસિલ Gen5ના સ્પેસિફિકેશન


આ વોચમાં 44mm ડાયલની અંદર 1.3 ઈંચ સર્કુલર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં સ્નેપડ્રેગન વેઅર 3100 પ્લેટફોર્મની સાથે 1GB રેમ અને 8GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં એક ક્રાઉન અને બે પુશ બટન આપવામાં આવ્યા છે. વોચની મદદથી એપને લોન્ચ કરવા માટે કસ્ટમાઈજ કરી શકાય છે.

તેમાં ડેઈલી, કસ્ટમ, ટાઈમ-ઓનલી અને એક્સટેન્ડેડ જેવા ચાર બેટરી મોડ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ કર્યા બાદ તે 36 કલાકનો બેકઅપ આપે છે. ક્લોક મોડ પર રાખવા પર 7 દિવસ સુધીનો સ્ટેડબાય બેકઅપ આપે છે. તેમાં પ્રી-ઈન્સ્ટોલ એપની સાથે મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસિસ, પીસ ઓફ માઈન્ડ એન્ડ સેફ્ટી એપ, નૂનલાઈટ અને નાઈક રન ક્લબ મળશે. વોચમાં સ્વિમપ્રૂફ સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી તમે ફોન રિસીવ કરી શકો છો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Fossil launches 'Gen 5' smartwatch in Indian market, priced at Rs. Starting at 22,995


from Divya Bhaskar https://ift.tt/34hHl8N

No comments:

Post a Comment