Friday, 6 December 2019

નોકિયાએ તેનું પ્રથમ 4K સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું, 55 ઈંચનાં ટીવીની કિંમત ₹ 41,999

ગેજેટ ડેસ્કઃ નોકિયા કંપનીએ ભારતમાં તેનું પ્રથમ 4K સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. કંપનીએ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ સાથે મળીને આ ટીવી તૈયાર કર્યું છે. 55 ઇંચની UHD (અલ્ટ્રા હાઈ ડેફિનેશન) ડિસ્પ્લેવાળા આ ટીવીમાં એન્ડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સ્માર્ટ ટીવીમાં સુપિરિઅર સાઉન્ડ ક્વૉલિટી માટે JBL ટેક્નોલોજી અને 24 વૉટનાં સ્પીકરનો ઉપયોગ કરવામા આવ્યો છે.

કિંમત અને ઓફર
નોકિયાનાં પ્રથમ સ્માર્ટ ટીવીની કિંમત 41,999 રૂપિયા છે. તેનું વેચાણ 10 ડિસેમ્બરથી ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવશે. ટીવી સાથે ગ્રાહકોને ટીવી સ્ટેન્ડ અને વોલ માઉન્ટ પણ મળશે. તે સિવાય ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ કરતું બ્લુટૂથ રિમોટ પણ મળશે.

લોન્ચિંગ ઓફર અંતર્ગત ઈ-રિટેલર પ્રિ-પેઈડ ટ્રાન્ઝેક્શન પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ 3 વર્ષની વૉરંટી પણ આપવામાં આવી રહી છે.

નોકિયા સ્માર્ટ ટીવીનાં બેઝિક સ્પેસિફિકેશન

  • નોકિયાનાં પ્રથમ સ્માર્ટ ટીવીમાં 400 નિટ્સની મેક્સિમમ બ્રાઇટનેસની સુવિધાવાળી 55 ઇંચની UHD ડિસ્પ્લે આપવામાં આવી છે. નિટ્સએ ટીવીની સ્ક્રીન આપણી આંખો પર કેટલો પ્રકાશ ફેંકે છે તેની તીવ્રતા માપવાનો એક એકમ છે.
  • આ ટીવીમાં એન્ડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર પ્રોસેસર બિલ્ટ-ઈન છે. ટીવી ગૂગલ પ્લે સ્ટોરને પણ સપોર્ટ કરે છે.
  • ટીવીની ડિસ્પ્લે 1200:1 કોન્ટ્રાસ્ટ રેશિયો અને 178 ડિગ્રી વ્યૂ એંગલ ધરાવે છે. તે HDR 10 સપોર્ટ અને ઇન્ટેલિજન્ટ ડિમીંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.
  • આ ટીવી ડોલ્બી વિઝન સપોર્ટ અને સ્મૂધ મોશન માટે MEMC ટેક્નોલોજી સપોર્ટ કરે છે.
  • ટીવીમાં 2.25GBની રેમ અને 16GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ, વાઇફાઇ, બ્લુટૂથ 5.0ની સુવિધા છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nokia launches its first 4K smart TV, 55-inch TV priced at ₹ 41,999
Nokia launches its first 4K smart TV, 55-inch TV priced at ₹ 41,999


from Divya Bhaskar https://ift.tt/2LtBHcq

No comments:

Post a Comment