ગેજેટ ડેસ્કઃ વન પ્લસના અપકમિંગ સ્માર્ટફોન સિરીઝ ‘વન પ્લસ 8’ના તમામ સ્માર્ટફોન્સમાં 5G સપોર્ટ મળશે. કંપનીના CEO Pete Lau ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે. કંપની ‘વન પ્લસ 8 ’ અને ‘વન પ્લસ 8 પ્રો’ સ્માર્ટફોનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. હાલ ભારતમાં ‘રિઅલમી X50 પ્રો 5G’ અને ‘iQoo 3’ 5G સ્માર્ટફોન અવેલેબલ છે.
We're going all in on 5G. You in? pic.twitter.com/liO2wVIsf9
— Pete Lau (@PeteLau) March 10, 2020
વન પ્લસ 8 સિરીઝ
કંપનીના CEOના જણાવ્યા અનુસાર આ સિરીઝના સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ફ્લુઈડ ડિસ્પ્લે મળશે. 5G સપોર્ટ હાલ માત્ર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરમાં જ સપોર્ટ કરે છે. તેથી એ વાત પણ કન્ફર્મ છે કે આ સિરીઝના સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર વન પ્લસ 8માં 6.5 અને વન પ્લસ 8 પ્રોમાં 6.65 ઇંચની ડિસ્પ્લે મળશે. બંને ફોનમાં QHD (ક્વાડ હાઈ ડેફિનેશન) ડિસ્પ્લે મળશે. આ સિરીઝના ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. બંને ફોનમાં વન પ્લસ 8 ફોનનાં 6GB+128GB, 8GB+128GB અને 12GB+256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આ સિરીઝના ફોન સાથે કંપની વન પ્લસ 8 લાઈટ વેરિઅન્ટ પણ લોન્ચ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2vXpw2P
No comments:
Post a Comment