Monday, 9 March 2020

‘રેડમી 9 પ્રો મેક્સ’ સ્માર્ટફોનનું ડાર્ક ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમી 12 માર્ચે ભારતમાં ‘રેડમી નોટ 9’ સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચિંગ પહેલાં ફોનની તસવીર લીક થઇ છે. ‘9techeleven’ દ્વારા આ તસવીર લીક કરવામાં આવી છે.

સ્પેસિફિકેશન
લીક કરવામાં આવેલી તસવીર અનુસાર ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. કેમેરા સેટઅપની નીચે ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ મળશે. ફોનની બેક પેનલમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ મળશે. ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ બટન આપવામાં આવશે. લીક તસવીરમાં ફોનનાં ડાર્ક ગ્રીન કલર વેરિઅન્ટ દર્શાવવામાં આવ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા મળશે.

રેડમી નોટ 9 સિરીઝ
આ સિરીઝમાં કંપની ‘રેડમી નોટ 9 ’, ‘રેડમી નોટ 9 પ્રો’ અને ‘રેડમી 9 પ્રો મેક્સ’ સ્માર્ટફોન લોન્ચ કરશે. આ તમામ સ્માર્ટફોન 5G સપોર્ટ કરશે. કંપનીના ટીઝર પેજ મુજબ આ સિરીઝના સ્માર્ટફોન્સમાં સ્ક્વેર 4 રિઅર કેમેરા સેટઅપ અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. 9 સિરીઝનાં 5G સ્માર્ટફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સૌ.9TechEleven


from Divya Bhaskar https://ift.tt/2U5oz0L

No comments:

Post a Comment