ગેજેટ ડેસ્ક: કોરોનાવાઈરસના કહેર વચ્ચે ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઇક્રોસોફ્ટ કંપની બાદ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વ્હોટ્સએપ પર કોરોનાવાઈરસ અંગે ચેટ બોટ લોન્ચ કર્યું છે. વર્લ્ડ વાઈડ અને દેશવાઈસ વિવિધ નંબરના ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીની ટ્વીટ મુજબ, વર્લ્ડવાઈડ +41798931892 અને ભારત માટે +41225017655 નંબર રિલીઝ કરાયા છે. આ નંબર સેવ કરીને ‘HI’ લખી યુઝર કોરોનાવાઈરસની અપડેટ્સ જાણી શકે છે.
WHO Health Alert brings COVID-19 facts to billions via WhatsApp 👉https://t.co/NiHHv2gzhU pic.twitter.com/uiDbPTHKZa
— World Health Organization (WHO) (@WHO) March 20, 2020
નંબર અથવા ઈમોજી સેન્ડ કરી અપડેટ્સ મેળવી શકાશે
HI મેસેજ લખતાં જ ચેટબોટ 8 વિવિધ ઓપ્શન બતાવે છે. તેમાં કોરોનાવાઈરસનાં આંકડા, સાવચેતીના પગલા, સવાલ-જવાબ, ભ્રમિત પ્રશ્નો, ટ્રાવેલ એડવાઈઝરી, ન્યૂઝ એન્ડ પ્રેસ, શેર અને ડોનેટ સામેલ છે. આ તમામ ઓપ્શન સિલેક્ટ કરવા માટે યુઝર નંબર અથવા ઈમોજીનો ઉપયોગ કરી શકે છે. આ ચેટબોટ માટે લિંક પણ રિલીઝ કરવામાં આવી છે. આ ચેટબોટથી અફવાહો સામે લોકો વધારે જાગૃત બનશે અને સાચી માહિતી મેળવી શકશે.
આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની +91-1123978046, 1075, 104 અને અમદાવાદમાં 155303 હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. ગૂગલે પણ કોરોનાવાઈરસની એજ્યુકેશનલ વેબસાઈટ લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી કોરોનાવાઈરસના દુનિયાભરમાં 2.75 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે ભારતમાં 301 કેસ પોઝિટિવ છે. આ ભેદી વાઈરસનો અનેક લોકો ભોગ બન્યા છે. જોકે અત્યાર સુધી તેની કોઈ રસી કે દવા શોધવામાં આવી નથી. તેથી તેનાથી બચવું એ જ માત્ર તેનો ઉપાય છે. તેથી WHO, ટેક કંપની અને સરકાર સાથે મળી જાગૃતિ ફેલાવાનો સહિયારો પ્રયાસ કરી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3blZOV3
No comments:
Post a Comment