Wednesday, 6 May 2020

પર્ફોર્મિંગ આર્ટ્સ સાથે સંકળાયેલ લોકોને મદદ કરવા ફેસબુકમાં નવું ફીચર ઉમેરાશે, લાઇવ વીડિયો જોવા પૈસા આપવા પડશે

અત્યાર સુધી ફેસબુક પર કંઇપણ જોવા માટે કોઈ પૈસા ચૂકવવા નહોતા પડતા. પરંતુ હવે ફેસબુકમાં આ નવું ફીચર ઉમેરાઈ શકે છે. તમારે હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લાઇવ વીડિયો જોવા માટે પેમેન્ટ કરવું પડી શકે છે. ફેસબુક ટૂંક સમયમાં યુઝર્સને લાઇવ વીડિયોઝ જોવા માટે પેમેન્ટ કરવાનું કહેશે. આ કોરોના વાઇરસ રોગચાળા દરમિયાન પર્ફોર્મિંગ આર્ટ્સ સાથે સંકળાયેલા લોકોને મદદ કરવા માટે આ ફીચર એડ કરવામાં આવી રહ્યું છે.

લાઇવ ફ્રી રાખવું કે નહીં એ ક્રિએટર્સ નક્કી કરશે

જે લોકો ફેસબુક પર લાઇવ વીડિયો કરે છે કે નક્કી કરી શકશે કે તેઓ આ નવા ફીચરની મદદથી લાઇવ બ્રોડકાસ્ટ શરૂ કર્યા પહેલા નક્કી કરી શકશે કે તે તેમના લાઇવ વીડિયોને ફ્રી રાખવા માગે છે કે પછી તેને એક્સેસ કરનારા લોકો પાસેથી ફી લેવા માગે છે. ફેસબુકનું આ ફીચર ક્યારથી આવશે અને તેની શું લિમિટેશન્સ હળે આ બધા વિશે ફેસબુક દ્વારા હજી કોઈ માહિતી આપવામાં આવી નથી.

ફેસબુક ક્રિએટર્સ અને સ્મોલ બિઝનેસને ફાયદો થશે

ધ વર્જના રિપોર્ટ અનુસાર, ફેસબુક ક્રિએટર્સ અમે સ્મોલ બિઝનેસની મદદ માટે તેમને લાઇવ વીડિયો પર એક્સેસ ફીનો ઓપ્શન આપીને મદદ કરવા માગે છે. આ ટૂલ ઓનલાઇન પર્ફોર્મન્સથી લઇને ક્લાસિસ અને પ્રોફેશનલ કોન્ફરન્સ માટે રહેશે. લોકડાઉનને કારણે સંગીતકારો, હાસ્ય કલાકારો, પર્સનલ ટ્રેનર્સ, સ્પીકર્સ જેવા લોકો ક્યાંય પણ પ્રદર્શન કરી શકતા નથી. તેથી, તેઓ ફેસબુક પર લાઇવ વીડિયોના માધ્યમથી લોકો સાથે સંપર્ક સાધી રહ્યાં છે.

લાઇવ વીડિયો દ્વારા ફંડ ભેગું કરી શકશે

ફેસબુકનું નવું ટૂલ એ લોકોની પણ મદદ કરશે જે વીડિયો સ્ટ્રીમ્સની મદદથી કોઈ ચેરિટી માટે ફંડ એકત્રિત કરવા માગે છે. આવા યુઝર્સ તેમના લાઇવ સ્ટ્રીમમાં ડોનેટ બટન પણ એડ કરી શકશે. ડોનેટ ઓપ્શનથી ભેગી કરેલી 100% રકમને ફેસબુક ડાયરેક્ટ નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કાઉન્ટમાં મોકલી દેશે અને તેનો કોઇપણ હિસ્સો પોતાની પાસે નહીં રાખે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A new feature will be added to Facebook to help people involved in the performing arts, people have to pay to watch live videos


from Divya Bhaskar https://ift.tt/2W8VALw

No comments:

Post a Comment