કોરિયન ટેક કંપની સેમસંગ તેના અપકમિંગ સ્માર્ટફોન ‘ગેલેક્સી નોટ 20’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં ફોનનાં લીક્સ સામે આવ્યા છે. તે મુજબ ફોનમાં 60Hzનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે, ફ્લેટ સ્ક્રીન અને ફુલ HD રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળશે. મોબાઈલ ફોનમાં પ્રતિ સેકન્ડે કેટલી વખત રિફ્રેશ થઈ શકે છે તેને રિફ્રેશ રેટ કહેવાય છે. 60Hz રિફ્રેશ રેટનો અર્થ થાય છે કે મોબાઈલની ડિસ્પ્લે 1 સેકન્ડમાં 60 વખત રિફ્રેશ થઈ શકે છે. આઈસયુનિવર્સ નામનું આઈડી ધરાવતા ટેક ટિપ્સ્ટરે ટ્વીટ કરી ફોનનાં સ્પેસિફિકેશન લીક કર્યાં છે.
Wide frame + flat screen + FHD resolution + 60Hz refresh rate.
— Ice universe (@UniverseIce) June 17, 2020
It's a desperate specification.😑
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં 5G કનેક્ટિવિટી મળશે. ઓગસ્ટ મહિનામાં ‘ગેલેક્સી નોટ 20’ સિરીઝના ફોનનું લોન્ચિંગ થઈ શકે છે. આ સિરીઝના ફોનમાં 6.8 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. ગેલેક્સી નોટ 20 પ્લસફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળી શકે છે.
અગાઉના લીક અનુસાર ‘ગેલેક્સી નોટ 20’માં 64MPનો અને ‘ગેલેક્સી નોટ 20 પ્લસ’માં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ‘ગેલેક્સી નોટ 20’નાં ગ્રે, મિન્ટ અને કોપર કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. બંને ફોનમાં One UI વિથ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. ફોન 5G સપોર્ટ કરતાં હોવાથી તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે. જોકે ફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે હજું કંપનીએ મૌન સાધ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AFQK0y
No comments:
Post a Comment