ટેક જાયન્ટ એપલે એપ સ્ટોર પર ફેસબુક ગેમિંગ એપ માટે મંજૂરીની ના પાડી છે. એપ્રિલ મહિનામાં લોન્ચ થયેલી ફેસબુક ગેમિંગ એપ હાલ એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તેને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવા ફેસબુકે એપલને અનેક વાર અપીલ કરી છે અને એપલે તેનો ઈનકાર કર્યો છે. એપલે ફેસબુક ગેમિંગ એપ એપ સ્ટોરના રુલ્સની વિરુદ્ધ હોવાથી તેની મંજૂરી આપી નથી.
એપલના જણાવ્યા અનુસાર, એપ સ્ટોર પર કેઝ્યુઅલ ગેમિંગનું ડિસ્ટ્રિબ્યુશનનો કોઈ રુલ્સ જ નથી. તેથી ફેસબુક ગેમિંગ એપનું એપ સ્ટોર પર અસ્તિત્વ સંભવ નથી.આઈફોન અને આઈપેડ પર એપનાં અસ્તિત્વ માટે એકમાત્ર એપ સ્ટોર રસ્તો છે. કંપની એપ સ્ટોર પર વેચાનાર તમામ વસ્તુનો 15થી 30% ભાગ લે છે. જો ફેસબુકગેમિંગ એપને એપ સ્ટોર પર મંજૂરી મળે તો આઈફોન અને આઈપેડ યુઝર્સ ફેસબુકની માલિકીનાં સ્ટોરફ્રન્ટનો એક્સેસ કરી શકશે. તે એપલ ઈકોસિસ્ટમથી બહાર છે. તેથી એપ સ્ટોર પર ફેસબુક ગેમિંગ એપનની રાહ જોવી એ અર્થહીન છે.
ફેસબુક ગેમિંગ એપ
- આ એપથી યુઝર તેના ફેસબુક એપનાં ફ્રેન્ડ્સ સાથે ઓનલાઈન ગેમ્સ રમી શકે છે સાથે જ વિવિધ ગેમર્સના ઓનલાઈન વીડિયો જોઈ શકે છે. એપમાં મેઈન 4 ટેબ આપવામાં આવ્યા છે. તેમાં ન્યૂઝફીડ, ગેમિંગ, લાઈવ સ્ટ્રિમ અને કમેન્ટ્સ સેક્શન આપવામાં આવ્યું
- યુઝર તેનાં ગેમિંગનું સ્ટેટસ પોતોના ફેસબુક અકાઉન્ટ પર પોસ્ટ કરી શકે છે, સાથે જ તે અન્ય ફ્રેન્ડ્સને ગેમ માટે ચેલેન્જ પણ આપી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hH0lET
No comments:
Post a Comment