Friday, 19 June 2020

‘રિઅલમી બડ્સ Q’ ઈયરફોન ભારતમાં 25 જૂને લોન્ચ થશે, 20 કલાકનું પ્લેબેક અને ગેમિંગ મોડ મળશે

રિઅલમી કંપની તેના વાયરલેસ ઈયરબડ્સ ‘રિઅલમી બડ્સ Q’ ભારતમાં 25 જૂને લોન્ચ કરશે. આ ઈયરબડ્સને કંપનીના આર્ટ ડાયરેક્ટર જોસ લેવીએ ડિઝાઈન કરેલાં છે. આ વાયરલેસ ઈયરબડ્સમાં સુપર લૉ લેટન્સી મોડ આપવામાં આવ્યો છે. કંપનીએ ટ્વીટ કરી તેનાં લોન્ચિંગ વિશે માહિતી આપી છે.

‘રિઅલમી બડ્સ Q’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • ‘રિઅલમી બડ્સ Q’માં 10mm લાર્જ ડ્રાઈવર્સ મળશે, કંપનીનો દાવો છે આ સાઈઝ અન્ય કંપની કરતાં 38% લાર્જ છે.
  • આ ઈયરફોન કેસિંગ સાથે 20 કલાકનું પ્લેબેક આપે છે અને સિંગલ ચાર્જમાં 4.5 કલાકનું પ્લેબેક આપે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં ઈયરફોનમાં બ્લુટૂથ 5.0 આપવામાં આવ્યું છે.
  • તેનું વજન માત્ર 3.6 ગ્રામ છે.
  • તેમાં ગેમિંગ મોડ આપવામાં આવ્યો છે. તે ઓન કરતાં જ સુપર લૉ લેટન્સી ઓડિયો મળે છે.
  • આ ઈયરફોન ટચ કન્ટ્રેલ સપોર્ટ કરે છે. ડબલ ટેપ પર કોલ આન્સર અને પ્લે/પોઝ મ્યૂઝિક, ટ્રિપલ ટેપ પર નેક્સ્ટ સોંગ, કોઈ એક સાઈડ પર પ્રેસ એન્ડ હોલ્ડ પર એન્ડ કોલ અને બંને સાઈડ એકસાથે પ્રેસ એન્ડ હોલ્ડ કરવા પર એન્ટર/એક્સિટ ગેમિંગ મોડ ઓપરેટ કરી શકાય છે.
  • તેને IPX4 રેટિંગ મળ્યું છે, અર્થાત તે વોટર રઝિસ્ટન્સ છે.
  • ઈયરફોનનાં બ્લેક, વ્હાઈટ અને યલો કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • તેની કિંમત 5,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Realmy Buds Q' earphones to launch in India on June 25, with 20 hours of playback and gaming mode


from Divya Bhaskar https://ift.tt/2NdyUEI

No comments:

Post a Comment