ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમીએ મંગળવારે Mi મિક્સ આલ્ફા 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.કંપનીએ હાલ આ ફોનને કોન્સેપ્ટ મોડલની જેમ લોન્ચ કર્યો છે. કંપની સેમસંગ અને હુવાવેની જેમ ફોલ્ડેબલ ફોન બનાવવાની રેસમાં ભાગવા કરતાં હાલ આવા સરાઉન્ડ ડિસ્પ્લે ફોન બનાવવા પર કામ કરી રહી છે. આ ફોનમાં ફ્લેક્સિબલ સ્ક્રીન મળશે, જે યુઝરને સરાઉન્ડ ડિપ્સલેનો અનુભવ દેશે. ફોનની સાઈડમાં કોઈ બેઝલ કે બટન નથી તેની ઉપર અને નીચેની બાજુ ઘણા નાના બેઝલ છે.
કંપનીએ આ ફોનનું જથ્થાબંધ પ્રોડક્શન નહીં કરે. આ સ્માર્ટફોનની લિમિટેડ બેચનું પ્રોડક્શન આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં કરવામાં આવશે। સ્માર્ટફોનની કિંમત 2 લાખ રૂપિયા છે.શાઓમી કંપનીનો આ પ્રથમ ફોન છે જે આટલો મોંઘો છે. Mi મિક્સ આલ્ફા સ્માર્ટફોનને કંપનીના વિવિધ સ્ટોરમાં ગ્રાહકો માટે ડિસ્પ્લે કરવામાં આવશે અને યુઝરનો રિસ્પોન્સ પણ લેવામાં આવશે.
Mi મિક્સ આલ્ફા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 7.92 ઇંચ |
| પ્રોસેસર | ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 855+ |
| સિમ | ડ્યુઅલનેનો સિમ |
| ફ્રન્ટ કેમેરા | - |
| રિઅર કેમેરા | 108 MP+ 12 MP+ 20 MP |
| રેમ | 12 GB |
| સ્ટોરેજ | 512 GB |
| બેટરી | 4050mAh વિથ 40 વૉટ ચાર્જિંગ સપોર્ટ |
| ઓએસ | એન્ડ્રોઈડ |
| રેઝોલ્યુશન | 2088x2250 પિક્સલ |
| વજન | 241 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2loZYXr
No comments:
Post a Comment