ગેજેટ ડેસ્કઃ હોંગકોંગ બેઝ્ડ ટ્રાન્ઝિશન હોલ્ડિંગ્સ કંપનીની સબ બ્રાન્ડ ટેક્નોએ સોમવારે લૉ બજેટ સ્માર્ટફોન ‘કેમન 12 એર’ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 9,999 રૂપિયા છે. કંપનીના જણાવ્યા અનુસાર 10 હજારથી ઓછી કિંમતમાં ડોટ-ઈન ડિસ્પ્લેવાળો આ સૌથી સસ્તો સ્માર્ટફોન છે. આ ફોનને 4 GB+ 64 GBનાં સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનનાં બેબી બ્લૂ અને સ્ટેલર પર્પલ કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે. આ ફોનને ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકાશે.
આ ફોનમાં 6.5ઇંચની HD+ ડોટ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 16 MP (પ્રાઈમરી સેન્સર)+ 5 MP (વાઈડ એંગલ લેન્સ) + 2 MP (ડેપ્થ સેન્સર) કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
ફોનનાં મેક્રો લેન્સની મદદથી 2.5cmનાં અંતરથી નાના ઓબ્જેક્ટ્સના ક્લિઅર શોટ્સ લઇ શકાય છે. સેલ્ફી માટે ફોનમાં 8 MPનો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) લેન્સ આપવામાં આવ્યો છે. ફોનમાં 64 GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ફિંગરપ્રિન્ટ સેન્સર 0.27 સેકન્ડમાં ફોન અનલોક કરે છે.
આ ફોનમાં મીડિયા ટેક હેલિયો પી22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે ફોનની ઓપરેટિંગ સિસ્ટમ Hi 5.5 પર બેઝ્ડ એન્ડ્રોઇડ 6 પાઈ પર રન કરે છે.
ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર ફુલ ચાર્જમાં 12 કલાકનું વીડિયો પ્લેબેક, 8 કલાક ગેમિંગ અને 10 કલાક વેબ બ્રાઉઝિંગ અને 114 કલાક મ્યૂઝિક સાંભળી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2B9hmU3
No comments:
Post a Comment