ગેજેટ ડેસ્ક: શાઓમી કંપનીએ ભારતમાં પોતાના નવા લો બજેટ ‘રેડમી 8A’ સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું છે. કંપનીએ આ ફોન બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે, જેની શરૂઆત 6,499 રૂપિયાથી થાય છે. આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટ, mi સ્ટોર અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે. આ ફોનમાં સ્ક્રીનમાં મજબૂતી માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 આપ્યો છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનના મિડનાઇટ બ્લેક, ઓશિયન બ્લૂ અને સનસેટ રેડ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
વાયરલેસ FM રેડિયોથી સજ્જ
કંપનીએ આ ફોનમાં વાયરલેસ FM રેડિયો ફીચર પણ આપ્યું છે. એટલે કે રેડિયો માટે યુઝરે ઈયરફોન લગાવવાની જરૂર નહીં પડે.
વેરિઅન્ટ અને કિંમત
| 2GB રેમ + 32GB સ્ટોરેજ | 6499 રૂપિયા |
| 3GB રેમ + 32GB સ્ટોરેજ | 6999 રૂપિયા |
ઓફર
લોન્ચિંગ ઓફર અંતર્ગત આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટથી કરવાથી Axis બેંકના ક્રેડિટ/ડેબિટ પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ફ્લિપકાર્ટ પર ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
આ સાથે જ દિવાળી વિથ એમઆઈના સેલમાં HDFCના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાથી 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
રેડમી 8A ફોનનાં સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે | 6.22 HD |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 439 ઓક્ટા-કોર |
| OS | એન્ડ્રોઇડ 9 બૅઝ્ડ MIUI 10 |
| રેમ | 2 GB/ 3 GB |
| સ્ટોરેજ | 32GB + 512GB મેમરી કાર્ડ |
| સિમ | ડ્યુઅલ સિમ |
| રિઅર કેમેરા | 12 MP |
| ફ્રન્ટ કેમેરા | 8 MP |
| બેટરી | 5000mAHh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nh6ksQ
No comments:
Post a Comment