Wednesday, 30 October 2019

એપલ વોચ જેવી ડિઝાઇન ધરાવતી શાઓમી સ્માર્ટ વોચનો ફર્સ્ટ લુક સામે આવ્યો

ગેજેટ ડેસ્ક: શાઓમીએ મંગળવારે પોતાની અપકમિંગ સ્માર્ટવોચની ઝલક દુનિયા સામે મૂકી છે. આ વિચની ડિઝાઇન એપલ વોચથી ઇન્સ્પાયર્ડ છે. તેમાં સિલ્વર અને બ્લેક એમ બે કલર મળશે. શાઓમી આ વોચનું મેન્યુફેક્ચરિંગ એમઆઈજિઆ (Mijia) કંપની સાથે મળીને કરી રહી છે. આ કંપની શાઓમીની જ સબ-બ્રાન્ડ છે. કંપનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વોચના ફોટાની સાથે અમુક માહિતી પણ શેર કરી છે. કંપનીએ હજુ થોડા દિવસ પહેલાં જ આ વાત કન્ફર્મ કરી હતી કે, તે એક સ્માર્ટવોચ પર કામ કરી રહી છે.

ફોટામાં જોઈ શકાય છે કે, શાઓમી વોચમાં ફ્રન્ટમાં 3D કર્વ્ડ ગ્લાસ મળશે અને ક્રાઉન જમણી બાજુએ આપ્યું છે. Mijia વોચના અન્ય ફોટા પણ શેર કર્યા છે, જેમાં ક્રાઉન ઉપરાંત વોચનું ઓન-ઓફ બટન પણ છે. રિપોર્ટ પ્રમાણે વોચમાં ઈ-સિમ કનેક્ટિવિટી પણ મળશે, તેમાં સેલ્યુઅર કનેક્ટિવિટી મળશે, જેને લીધે ઇન્ટરનેટ સાથે વોચ કનેક્ટ કરી શકાશે. આ ઉપરાંત શાઓમી વોચમાં જીપીએસ, એનએફસી સપોર્ટ, વાઇફાઇ કનેક્ટિવિટી પણ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
First look of Xiaomi Smart Watch revealed, its design is inspired by Apple Watch


from Divya Bhaskar https://ift.tt/2Pr8uSh

No comments:

Post a Comment