Saturday, 26 October 2019

તહેવારની વ્યસ્તતાઓ વચ્ચે મગજને રિલેક્સ કરવા માટે ફન અને મેડિટેશન એપનો ઉપયોગ કરી શકાય છે

ગેજેટ ડેસ્ક: દિવાળીના ઉત્સાહ અને ઊજવણીની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તહેવારમાં માનસિક થાકને દૂર કરવા માટે મગજને રિલેક્સ કરવું જરૂરી છે. મેડિટેશનથી અથવા ફનથી મગજને આરામ આપીને રિલેક્સ કરી શકાય છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેડિટેશન અને ફન એપનો ઉપયોગ કરીને રિલેક્સ રહી શકાય છે.

મેડિટેશન એપ
1.ઓમવાના (omvana)

આ એપમાં મેડિટેશન, રિલેક્સેશન ઓડિયો, યોગ, મ્યૂઝિક અને સેલ્ફ ઈમ્પ્રૂવમેન્ટ ટ્રેક્સ મળશે. વિશ્વના બેસ્ટ હેલ્થ, વેલનેસ અને મેડિટેશન ટીચર્સે તેની પસંદગી કરેલી હોય છે. આ એપમાં તમને અમુક કોર્સ પણ મળશે. આ એપમાં તમે બે ટ્રેક્સને મિક્સ પણ કરી શકો છો. સારી ઊંઘ લેવા માટે તેમાં ઓડિયો પણ આપવામાં આવ્યા છે.

2.ધ બ્રીથિંગ એપ (The Breathing App)
નામથી સમજી શકાય છે કે આ એપ યોગ્ય રીતે શ્વાસ લેવાના ફાયદા પર ફોકસ કરે છે. રોજના તણાવ અને ચિંતાથી રાહત મેળવી શકાય છે. આ એપ રેઝોનેન્સથી પ્રેરિત છે. રેઝોનેન્સનો સીધો સંબંધ તમારા શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા સાથે છે. તમે રેઝોનેન્સ બ્રીથિંગને સ્ટ્રેટ રીસેટ બટન માની શકો છો. આ એપમાં મેડિટેશન પ્રોગ્રામ્સ મળશે અને બે સેટિંગ્સ મળશે જેનાથી તમે પ્રેક્ટિસની લંબાઈ અને બ્રીધ રેશિયો બદલી શકો છો.

ફન માટે
1.બબલ રેપ (Bubble Wrap)
આ એપમાં મગજને શાંતિ આપતી ગેમ છે જેમાં તમે બબલ્સને ફોડી શકો છો. બબલ્સને ફોડવા માટે તમારે તેનો સ્પર્શ કરવો પડશે. તેનું કાઉન્ટર તમને જણાવશે કે કેટલા બબલ્સ ફોડ્યા છે અને તમે તેને ટ્વિટર પર શેર પણ કરી શકો છો. રિલેક્સ થવાની સાથે ફનનો આવો મેળ ખરેખર અદભૂત છે. રિલેક્સ થવા માટે તમે કોઈ નકામું કામ કરો તેનાથી તો સારું છે કે થોડીકવાર માટે આ એપ પર સમય પસાર કરો.

2.આઈફની (iFunny)
આ એક ટિપિકલ ફની એપ છે. એપ ખોલતા જ તમારી સામે એક વીડિયો ઈમેજિસ, GIF અને કોમિક્સ આવી જાય છે. તેમાં મીમ્સ પણ જોવા મળે છે. એપને ઓપરેટ કરવા માટે મગજ પર ભાર આપવા પડતો નથી. તેમાં ફની ફોટાનું કલેક્શન પણ છે, જેને જોવાથી તમે ખુદને તણાવમુક્ત મહેસૂસ કરવા લાગશો. આ એપને દરેક વખતે ઓપન કરતાં કંઈક નવું જ કન્ટેન્ટ સામે આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Fun and meditation apps can be used to relax the brain between festival goers


from Divya Bhaskar https://ift.tt/2pZ0j4H

No comments:

Post a Comment