Friday, 15 November 2019

મોટોરોલા કંપનીનો ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળો સમાર્ટફોન મોટોરોલા રેઝર 2019 લોન્ચ થયો

ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ બુધવારે કંપનીનો ફોલ્ડેબલ સ્માર્ટફોન મોટોરોલા રેઝર અમેરિકામાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે જે પારંપરિક ફ્લિપ સ્ટાઈલમાં ફોલ્ડ થાય છે. આ ફોનની બહારની તરફ નાની સ્ક્રીન આપવામાં આવી છે તેની મદદથી ફોનને અનફોલ્ડ કર્યા વગર નોટિફિકેશન, મ્યૂઝિક અને ગૂગલ અસ્ટિસ્ટન્ટ જેવાં ફીચરનો ઉપયોગ કરી શકાય છે.

અમેરિકામાં ફોનની કિંમત $1,499.99 (આશરે 1,07,400 રૂપિયા) છે. તેનું વેચાણ 9 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે અને બુકિંગ 26 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. જોકે આ ફોનને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઇ માહિતી આપી નથી. આ ફોનમાં ઈ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.

મોટોરોલા રેઝર (2019)નાં બેઝિક સ્પેસિફિકેશન

  • મોટોરોલા રેઝર 2019નો લુક વર્ષ 2004નાં તેના જૂના મોડેલ જેવો જ છે જોકે, તેની ડિઝાઇન અને સાઇઝમાં કેટલાક ફેરફાર કરવામા આવ્યા છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન વોટર રઝિસ્ટન્સ પણ છે.
  • આ ફોનમાં 6.2 ઇંચની OLED HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોલ્ડ થવા પર તેની સાઈઝ ઘટીને 2.7 ઇંચની થાય છે. ફોનમાં ઓકટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
  • ફોનની બહાર આપેલી ક્વિક વ્યૂ ડિસ્પ્લેની મદદથી સેલ્ફી પણ લઇ શકાય છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા પણ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ-સી પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ 802.1, 4G LTE અને GPSઆપવામાં આવ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Motorola Razr (2019) launched With 6.2 Inch Flexible Display and Traditional Flip Phone Design know Price and Specificat
Motorola Razr (2019) launched With 6.2 Inch Flexible Display and Traditional Flip Phone Design know Price and Specificat


from Divya Bhaskar https://ift.tt/2CI6KfR

No comments:

Post a Comment