ગેજેટ ડેસ્કઃ સ્માર્ટવોચ માર્કેટમાં દિગ્ગ્જ ટેક કંપની એપલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. માર્કેટ રિસર્ચ ફર્મ ‘સ્ટ્રેટેજી એનાલિટિક્સ’ના રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય સ્માર્ટવોચ બજારમાં એપલ 48% શેર ધરાવે છે. દુનિયાભરમાં વેચાતી પ્રત્યેક બીજી સ્માર્ટવોચ એપલ કંપનીની છે.
આ રિપોર્ટ અનુસાર એપલ કંપનીએ ગત વર્ષના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં 68 લાખ સમાર્ટવોચનું શિપિંગ કર્યું છે, જે વર્ષ 2018ની સરખામણીએ 58% વધારે છે. ગત વર્ષે આ ત્રિમાસિક ગાળામાં કંપનીનો શેર 45% હતો.
ફિટબિટ અને સેમસંગ સાથેની સ્પર્ધામાં એપલ કંપનીએ બાજી મારી છે.
સ્માર્ટવોચ માર્કેટમાં સેમસંગ કંપની બીજા નંબરનું સ્થાન ધરાવે છે. વર્ષ 2019ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સેમસંગે 19 લાખ સ્માર્ટવોચનું શિપિંગ કર્યું છે, જે ગતવર્ષ કરતાં 11 લાખ યુનિટ વધારે છે. સ્માર્ટવોચના આંતરરાષ્ટ્રીય બજારમાં સેમસંગનો શેર 13% છે.
કેટલાક દિવસ પહેલાં જ ગૂગલે ફિટબિટ કંપનીને 2.1 અબજ ડોલરમાં ખરીદી હતી. 11% માર્કેટ શેર સાથે ફિટબિટ કંપની ત્રીજા સ્થાને છે. વર્ષ 2019ના ત્રિમાસિક ગાળામાં કંપનીએ 16 લાખ સ્માર્ટવોચનું શિપિંગ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્માર્ટવોચના શિપમેન્ટમાં વાર્ષિક રીતે 42% નો વધારો થયો છે. વર્ષ 2018ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ આંકડો 1 કરોડનો હતો જે વર્ષ 2019ના ત્રિમાસિક ગાળામાં 1.42 કરોડ યુનિટ સુધી પહોંચ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32mRKyk
No comments:
Post a Comment