ગેજેટ ડેસ્કઃ 5 ઓક્ટોબરના રોજ ભારતની અગ્રણી ઓપ્ટિકલ બ્રાન્ડ ટાઇટન આઇ પ્લસે ભારતમાં સ્કાયફ્લાય સાથે જોડાણમાં સ્કાયફ્લાયમ્યુટ્રિક્સ સ્માર્ટ આઇવેરરજૂ કર્યા છે. આ પ્રોડક્ટના લોન્ચિંગ સાથે ટાઇટન આઇ પ્લસે સ્માર્ટ આઇવેરની દુનિયામાં પ્રવેશ કર્યો છે તથા સ્કાયફ્લાયમ્યુટ્રિક્સ સ્માર્ટ ઓડિયો સનગ્લાસીસ સાથે પ્રોડક્ટ ડિઝાઇન અને ટેકનોલોજીમાં ધારાધોરણોને નવેસરથી પરિભાષિત કર્યા છે.
ટાઇટન આઇપ્લસ દેશમાં સ્માર્ટ ઓડિયો સનગ્લાસીસ બાય સ્કાયફ્લાય પ્રસ્તુત કરે છે. પ્રોડક્ટની દરેક ખાસિયત વિચારપૂર્વક ડિઝાઇન કરેલી છે. તેની ડિઝાઇન કોમ્પેક્ટ અને લાઇટ-વેઇટ છે. સ્માર્ટ ઓડિયો સનગ્લાસીસ ઇનોવેટિવ ઓપન-ઇયર કોન્સેપ્ટ સાથે સજ્જ છે, જે યુઝરને સંગીત સાંભળવાની સુવિધા આપે છે અને એની સાથે યુઝર આસપાસનાં વાતાવરણથી પણ પરિચિત પણ રહી શકે છે. આ સનગ્લાસીસમાં ક્વાલકોમ બ્લુટૂથ 5.0 અને 8-અવર પ્લેટાઇમ ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આ આઇવેરમાં ઇન-બિલ્ટ માઇક આપવામાં આવ્યું છે, જે ગૂગલ આસિસ્ટન્ટને સપોર્ટ કરશે. જેનો ઉપયોગ કરીને કોઈપણ જગ્યાએ કોલ રિસીવ કરી શકાશે. મધ્ય પૂર્વ, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં ગ્રાહકો આ પ્રોડક્ટ ખરીદી શકશે.
ફીચર્સ
સનગ્લાસીસ યુવી 400 પ્રોટેક્શન સાથે લેન્સ ધરાવે છે, જે આંખોને સૂર્યપ્રકાશના કિરણોથી બચાવે છે. ઇન્ટરચેન્જેબલ લેન્સ વ્યક્તિને તેમનાં સનગ્લાસીસ સાથે જોડીને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે. સ્કાયફ્લાયમ્યુટ્રિક્સ સ્માર્ટ ઓડિયો સનગ્લાસીસનું માર્કેટિંગ ભારતમાં એક્સક્લૂઝિવ રીતે ટાઇટન આઇ પ્લસ કરે છે તથા ઓક્ટોબરથી ટાઇટન આઇ પ્લસની વેબસાઇટ અને ટાઇટન આઇપ્લસનાં તમામ સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ આઇવેરની કિંમત રૂ. 9,999 રાખવામાં આવી છે.
આઇવેરની ખાસિયતો
- યુવી 400 પ્રોટેક્શન
- નીયર-ફિલ્ડ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને વર્ચ્યુઅલ બેઝ એન્હાન્સિંગ અલ્ગોરિધમ
- ક્વાલકોમ બ્લુટૂથ 5.0
- હેન્ડ્સ ફ્રી કોલિંગ
- ઇનબિલ્ટ માઇક
- 8 કલાકનો પ્લે ટાઇમ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CmaALa
No comments:
Post a Comment