Thursday, 14 November 2019

વ્હોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં નવું ફીચર ઉમેરાયું, કોલ મેસેજ બગની સમસ્યા દૂર થઈ

ગેજેટ ડેસ્કઃ વ્હોટ્સએપે એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર નવી અપડેટ 2.19.328 રિલીઝ કરી છે. આ નવી અપડેટમાં વોઇસ કોલ મેસેજ બગની સમસ્યાને દૂર કરવામાં આવી છે. આ નવી અપડેટમાં કેમેરા આઈકોનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

નવી અપડેટમાં કેમેરા આઇકોન ઇન્સ્ટાગ્રામના કેમેરાના જેવો લુક આપે છે. કેમેરા આઈકોનનો ગ્રીન એરિયા પહેલાંની જેમ જ રાખવામાં આવ્યો છે.

નવી અપડેટમાં વોઇસ મેસેજના બગને દૂર કરવામાં આવ્યો છે. આ બગને કારણે અગાઉ વોઇસ મેસેજ પ્લે કરવા પર એપ ક્રેશ થઈ જતી હતી. આ અપડેટને બીટા વર્ઝન માટે લોન્ચ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેને તમામ યુઝર મારે રિલીઝ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2KmpeXj

No comments:

Post a Comment