Saturday, 14 December 2019

સેમસંગના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'ગેલેક્સી ફોલ્ડ2'માં અલ્ટ્રા થિન ગ્લાસ ડિસ્પ્લે મળી શકે છે

ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયાઈ ટેક કંપની સેમસંગ તેના બીજા ફોલ્ડેબલ સ્માર્ટફોન 'ગેલેક્સી ફોલ્ડ2'માં UTG (અલ્ટ્રા થિન ગ્લાસ) ડિસ્પ્લે આપી શકે છે. ટેક વેબસાઈટ 'લેટ્સ ગો ડિજિટલ;ના એક રિપોર્ટમા આ વાત સામે આવી છે. આ ડિસ્પ્લે ગેલેક્સી ફોલ્ડ કરતાં 100માઇક્રોનથી 30માઇક્રોન સુધી પાતળી હોઈ શકે છે.

લેટ્સ ગો ડિજિટલના રિપોર્ટ અનુસાર સેમસંગે 9 ડિસેમ્બરે યુરોપિયન યુનિયન ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસમાં ટ્રેડમાર્ક માટે અપ્લાય કર્યું હતું. તેમાં સેમસંગ અલ્ટ્રા થિન ગ્લાસ, સેમસંગ UTG અને UTG સામેલ છે.
આ રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી 2020માં બાર્સેલોનામાં યોજાનાર મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ઇવેન્ટમાં કંપની ગેલેક્સી ફોલ્ડ2 લોન્ચ કરી શકે છે. તેની કિંમત 70 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. 'ગેલેક્સી ફોલ્ડ 2'ને

'ગેલેક્સી ફોલ્ડ'નાં સસ્તાં વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવશે. ગેલેક્સી ફોલ્ડમાં ડિસ્પ્લે સાઈઝને લઈને આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કંપનીએ તેનાં સસ્તાં વેરિઅન્ટમાં ડિસ્પ્લે સાઈઝ પાતળી કરવાનો નિર્ણય લીધો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ultra Thin Glass Displays can be found in Samsung's Upcoming Foldable Smartphone 'Galaxy Fold2'


from Divya Bhaskar https://ift.tt/2PnnaS2

No comments:

Post a Comment