Thursday, 12 December 2019

ગૂગલ ક્રોમની લેટેસ્ટ અપડેટ 'v79'માં હવે યુઝરને પાસવર્ડ ચોરી થવા પર ચેતવણી મળશે

ગેજેટ ડેસ્કઃ ગૂગલે ક્રોમ બ્રાઉઝરમાં નવી અપડેટ લોન્ચ કરી છે. આ નવી અપડેટ ક્રોમ 'v79' વિન્ડોઝ, મેક એન્ડ્રોઈડ, iOS અને ક્રોમ OS માટે ઉપલબ્ધ છે. નવી અપડેટમાં સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ફીચર ઉમેરવામાં આવ્યાં છે.

ડેટા લીક થવા પર યુઝરને ચેતવણી મળશે

  • આ નવી અપડેટમાં પાસવર્ડ પ્રોટેક્શન પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેની મદદથી ડેટા લીક દરમિયાન યુઝરનો પાસવર્ડ ચોરી થાય તો યુઝરને તેની માહિતી મળશે અને યુઝર નવો પાસવર્ડ જનરેટ કરીને તેનાં અકાઉન્ટને સુરક્ષિત કરી શકશે. યુઝર 'Sync and Google service' સેટિંગમાં જઈને આ ફીચરનો ઉપયોગ કરી શકશે.
  • આ નવી અપડેટમાં રિઅલ ટાઈમ ફિશિંગ પ્રોટેક્શન ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે. ક્રોમનાં મેઈન સેટિંગમાં જઇને 'Make searches and browsing better' ઓપ્શનને એનેબલ કરીને આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. આ ફીચરની મદદથી યુઝરને નાણાકીય છેતરપિંડી સામે રક્ષણ મળશે.
  • આ નવી અપડેટમાં યુઝર સરળતાથી પ્રોફાઈલને સ્વિચ કરી શકશે. સાથે જ ડેસ્કટોપ પર જમણી તરફ ઉપરની બાજુએ યુઝર પ્રોફાઈલ પિક્ચરને પણ રી-ડિઝાઇન કરવામાં આવ્યું છે. રિ-ડિઝાઇનની મદદથી યુઝર એકથી વધારે પ્રોફાઇલને સરળતાથી મેનેજ કરી શકશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google Chrome's latest update 'v79' will now alert user for password theft


from Divya Bhaskar https://ift.tt/2PfOl0I

No comments:

Post a Comment