ગેજેટ ડેસ્ક: ટેક્નોલોજી માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટપોઈન્ટએ દુનિયાભરના સૌથી વધારે વેચાણ થયેલાં સ્માર્ટફોનનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં વર્ષ 2019નો ત્રીજા ત્રિમાસિકગાળો એટલે કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીનો ડેટા સામેલ છે. આ લિસ્ટમાં ‘આઈફોન XR’ ટોચનાં સ્થાને છે. ત્રીજા ત્રિમાસિકગાળા દરમિયાન એપલનાં‘આઈફોન XR’નું ગ્લોબલી માર્કેટ શેર 3% હતું. ટોપ 10 સ્માર્ટફોનની લિસ્ટમાં સેમસંગ અને ઓપો કંપનીના 3-3 સ્માર્ટફોન સામેલ છે.
ટોપ-10 લિસ્ટમાં કંપનીના સ્માર્ટફોનની સંખ્યા
| કંપની | સ્માર્ટફોનની સંખ્યા |
| એપલ | 2 સ્માર્ટફોન |
| સેમસંગ | 3 સ્માર્ટફોન |
| ઓપો | 3 સ્માર્ટફોન |
| શાઓમી | 1 સ્માર્ટફોન |
| હુવાવે | 1 સ્માર્ટફોન |
ટોપ-10 સ્માર્ટફોનનું ગ્લોબલ માર્કેટમાં શેર
| સ્માર્ટફોન | માર્કેટ શેર |
| એપલ આઈફોન XR | 3.0% |
| સેમસંગ ગેલેક્સી A10 | 2.6% |
| સેમસંગ ગેલેક્સી A50 | 1.9% |
| ઓપો A9 | 1.6% |
| એપલ આઈફોન 11 | 1.6% |
| ઓપો A5s | 1.5% |
| સેમસંગ ગેલેક્સી A20 | 1.4% |
| ઓપો A5 | 1.3% |
| શાઓમા રેડમી 7A | 1.2% |
| હુવાવે P30 | 1.1% |

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2EWTlli
No comments:
Post a Comment