ગેજેટ ડેસ્કઃ દુનિયાનો સૌથી મોટો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020 તેના અંતિમ ચરણમાં છે. અમેરિકાના લાસ વેગસમાં ચાલનારા આ શૉમાં અનેક સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ અને સ્માર્ટ વ્હીકલ રજૂ કરવામાં આવ્યા છે. તેમાંથી દિવ્યાંગોને સક્ષમ બનાવતા ગેજેટ્સ અને ટેક્નોલોજી આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્માર્ટ ગ્લવ્સ, ઓટોનોમસ વ્હીલચેર અને રોબોટિક હેન્ડની મદદથી હવે દિવ્યાંગો વધુ આત્મનિર્ભર બનશે.
પ્રોસ્થેટિક રોબોટિક હેન્ડ

બ્રેનકો કંપનીએ CES 2020માં પોતાના પ્રોસ્થેટિક હેન્ડનું ફાઇનલ વર્ઝન રજૂ કર્યું છે. આ સ્માર્ટ હેન્ડ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પાવર્ડ પ્રોસ્થેટિક હેન્ડ છે. આ સ્માર્ટ હેન્ડ યુઝરના મગજના તરંગો અને મસલ્સના સિગ્નલને સમજીને કામ કરે છે. અર્થાત આ હેન્ડ યુઝરની વિચારશક્તિને આધીન કામ કરશે. યુઝર આ હેન્ડથી લખી શકે છે, પેઈન્ટિંગ કરી શકે છે અને મ્યૂઝિકલ યંત્રો પણ વગાડી શકે છે. આ ડિવાઇસને ફૂડ અને ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા માન્યતા મળી ગઈ છે. તેને 7 લાખ રૂપિયા સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
લેડરોલર વ્હીલ ચેર

આ શૉમાં કંપનીએ શેપ ચેંજિંગ (આકાર બદલતી) વ્હીલ ચેર રજૂ કરી છે. આ વ્હીલ ચેર દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ચેર સીટિંગ પોઝિશન બદલીને યુઝરની સુવિધા અનુસાર સ્ટેન્ડિંગ પોઝિશન પણ લઇ શકે છે. આ ચેર રસ્તા પર આવતા સ્પીડ બ્રેકર અને સીડી જેવી અડચણોને પણ સરળતાથી પાર કરી લે છે.
સ્માર્ટ ગ્લવ્સ

નિયોફેક્ટ કંપનીએ આ શૉમાં સ્માર્ટ ગ્લવ્સ રજૂ કર્યા છે. આ ગ્લવ્સ સ્ટ્રોક અને લકવા જેવી બીમારીથી પીડિત યુઝર્સને સામાન્ય થવામાં મદદ કરશે. આ ગ્લવ્સને એપનાં માધ્યમથી કનેક્ટ કરીને યુઝર ગેમ પણ રમી શકે છે. થેરાપિસ્ટ આ ગ્લવ્સમાં સેટિંગ કરીને યુઝરને લકવામાંથી ઉજાગર કરી શકે છે.
ટેસ્લાસૂટ VR ગ્લાસ

શૉ માં ટેસ્લાસૂટ કંપનીએ પોતાના VR (વર્ચ્યુઅલ રિયાલિટી) ગ્લવ્સ રજૂ કર્યા છે. કંપનીએ તેને ‘ટેસ્લાસૂટ ગ્લવ્સ’ નામ આપ્યું છે. આ ગ્લવ્સ યુઝરની બાયોમેટ્રિક એક્ટિવિટીને ટ્રેક કરે છે. આ ગ્લવ્સ ટ્રેનિંગ, મેડિકલ રીહેબિલિટેશન (ફેરફારો) અને અન્ય પ્રોફેશનલ ઉપયોગ માટે વિકસાવવામાં આવ્યા છે. ગ્લવ્સ યુઝરના હૃદયના ધબકારાં સહિતની અનેક બાયોમેટ્રિક જાણકારી રેકોર્ડ કરે છે.
એસપોડ

સેગવે કંપનીએ આ શૉમાં એસપોડ રજૂ કર્યું છે. તે ઈંડાકાર સેલ્ફ બેલેન્સિંગ ખુરશી છે. તેને વ્યક્તિગત ટ્રાન્સ્પોર્ટિંગ માટે તૈયાર કરવામાં આવી છે. તેનો ઉપયોગ એરપોર્ટ, થીમ પાર્ક અને શોપિંગ મોલમાં કરી શકાય છે. આ પોર્ટેબલ ખુરશીને દિવ્યાંગ વ્યક્તિ અને સ્વસ્થ વ્યક્તિ સરળતાથી ઓપરેટ કરી શકે છે. આ ચેર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે. ચેરમાં લાગેલાં 2 વ્હીલ્સ આપમેળે જ બેલેન્સ કરીને યુઝરને સુવિધા પૂરી પાડે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35BEaJ2
No comments:
Post a Comment