ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020ની પૂર્ણાહુતિ થઈ છે. શૉમાં 4500થી વધારે કંપનીઓએ 36 અલગ અલગ કેટેગરીમાં તેમની અપકમિંગ પ્રોડક્ટ્સ રજૂ કરી હતી. તેમાં 3D પ્રિંન્ટિંગ, ડિજિટલ હેલ્થ, એજ્યુકેશન ડ્રોન્સ, લાઈફસ્ટાઈવ અને વીડિયો સામેલ છે. આ શૉમાં 160 દેશોમાંથી 1.70 લાખ લોકો હાજરી આપી હતી. શૉમાં અનેક સ્માર્ટ પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી રજૂ કરવામાં આવી હતી. તેમાંથી ફિલિપ્સ કંપનીની હેન્ડબેડ, કોહલર કંપનીનું સ્માર્ટ ટોઈલેટ અને વ્હિસ્લ કંપનીનું સ્માર્ટ ફિટેબિટ ડિવાઇસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સ્માર્ટ ડીપ સ્લીપ હેડબેન્ડ

ફિલિપ્સ કંપનીની આ સ્માર્ટ હેન્ડબેન્ડ યુઝરની ઊંઘની એક્ટિવિટીને ટ્રેક કરવા માટે વિક્સાવવમાં આવી છે. આ એપ યુઝરે કેટલા કલાક ડીપ સ્લીપ લીધી તેનું ધ્યાન રાખે છે. એપનાં માધ્યમથી તે યુઝરને ઊંઘ દરમિયાનની તમામ ગતિવિધિઓની માહિતી આપે છે. આ બેન્ડ ક્વાઇટ ઓડિયો ટોન્સ ટ્રિગર કરે છે જેથી યુઝર ગાઢ નિંદ્રામાં સૂઈ રહે.
નૂમી

કોહલર કંપનીનું આ સૌથી એડવાન્સ અને ઈન્ટેલિજન્ટ ટોઇલેટ છે. આ ટોઇલેટમાં પાણીનો ઓછો વ્યય થાય છે. બાથરૂમમાં યુઝરને સ્પા જેવો માહોલ આપવા માટે તેમાં સ્પીકર્સ અને લાઈટનિંગ ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં પર્સનલાઈઝ્ડ ક્લિન્ઝિંગ અને ડ્રાયર ફંક્શન પણ આપવામાં આવ્યાં છે.
વ્હિસ્લ ફિટ

વ્હિસ્લ કંપનીએ ડોગ માટે સ્માર્ટ ફિટબિટ બેન્ડ રજૂ કર્યો છે. આ એક હેલ્થ, ફિટેન્સ અને ન્યૂટ્રિશન બેન્ડ છે. તે ડોગને કેટલો વ્યાયામ કરવો જોઈએ કેટલો ખોરાક ખાવો જોઈએ અને કેટલી ઊંઘ લેવી જોઈએ આ તમામ ની જાણકારી આપે છે. બેન્ડમાં ડોગને પસંદ પડે તેવા 3000 પ્રકારના ફૂડનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે. બેન્ડ ડોગનું નિયમિત વજન પણ ચકાસે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36Jvcec
No comments:
Post a Comment