ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપોએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓપો F15’ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 19,990 રૂપિયા છે. ફોનનાં 8GB+ 128GB સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનનું વેચાણ 24 જાન્યુઆરીથી ઇકોમર્સ વેબસાઈટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે.
Say hello to your all-new companion the sleek and stylish #OPPOF15 and its outstanding features! Don’t they make you want to #FlauntItYourWay? pic.twitter.com/vO0pPpqy0o
— OPPO India (@oppomobileindia) January 16, 2020
ફોનનાં લાઈટનિંગ બ્લેક અને યુનિકોર્ન વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનમાં 2 સિમ કાર્ડ સ્લોટ અને 1 મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. સારી ફોટોગ્રાફીના એક્સપિરિયન્સ માટે ફોનમાં રિઅર અને ફ્રન્ટ બન્ને કેમેરામાં AI બ્યૂટીફિકેશન ફીચર આપવામાં આવ્યું છે.
સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.32 સેકન્ડમાં ફોન અનલોક કરે છે. ગેમિંગ લવર માટે ફોનમાં ગેમ બૂસ્ટ 2.0, ગેમિંગ વોઇસ ચેન્જર અને ઈન ગેમ નોઇસ કેન્સલેશન ઇફેક્ટ સહિતનાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
ઓપો F15’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.7 ઇંચ |
| ડિસ્પ્લેટાઈપ | ફુલ HD+ AMOLED (1080x2400) પિક્સલ |
| OS | એન્ડ્રોઇડ 9 પાઈ વિથ ColorOS 6.1.2 |
| પ્રોસેસર | ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P70 |
| રિઅર કેમેરા | 48MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ) + 2MP (મેક્રો લેન્સ)+ 2MP (નાઈટ પોટ્રેટ લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 16MP |
| રેમ | 8GB |
| સ્ટોરેજ | 128GB (એક્સપાન્ડેબલ 256GB) |
| બેટરી | 4,000mAh વિથ VOCC 3.0 ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 172 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35WbH0O
No comments:
Post a Comment