ગેજેટ ડેસ્કઃ શાઓમી તેનો અપકમિંગ સ્માર્ટફોન ‘પોકો F2’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. POCOના ગ્લોબલ હેડ એલ્વિન ત્સેએ ટ્વીટ કરીને વર્ષ 2020માં ફોનનાં લોન્ચિંગ વિશે હિન્ટ આપી હતી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનને ટ્રેડમાર્ક એપ્લિકેશન પર લિસ્ટ કરવામાં આવ્યો છે. ટ્વિટર પર @ _the_tech_guy યુઝરે તેનું ટ્વીટ કરીને માહિતી આપી છે. જોકે આ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
#Xiaomi files trademark application for POCO F2
— _the_tech_guy (@_the_tech_guy) January 11, 2020
So the POCO series exists and POCO F2 is coming soon .....#xiaomi #pocoPhone #POCOF2 pic.twitter.com/3JDwplv9IJ
ભારતમાં ઓગસ્ટ 2018માં ‘પોકો F1’ લોન્ચ થયો હતો. ત્યારથી પોકોનો એક પણ સ્માર્ટફોન લોન્ચ થયો નથી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 3 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે અને સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. આ ફોનને ‘રેડમી K20 પ્રો’ જેવો લુક આપવામાં આવશે.
ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QMVias
No comments:
Post a Comment