Thursday, 16 January 2020

Honor 9X vs Redmi Note 8 Pro vs Samsung Galaxy M30s: કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સને જાતે સરખાવો, જાણો નવા વર્ષમાં કયો ફોન ખરીદવામાં ફાયદો છે

ગેજેટ ડેસ્કઃ જો તમે 15 હજાર રૂપિયાની આસપાસની રેન્જનો સૌથી સારો સ્માર્ટફોન ખરીદવા માગો છો તો તમારી પાસે ઘણા ઓપ્શન છે. અત્યારે ઘણી સ્માર્ટફોન કંપનીઓએ મિડ-રેન્જ સેગમેન્ટમાં ઘણા લેટેસ્ટ ફોન લોન્ચ કર્યા છે. સ્પેસિફિકેશનની રીતે જોવા જઈએ તો દરેક ફોનની પોતાની વિશેષતા અને ખામીઓ પણ છે. એવામાં તમે જાતે જ જાણી શકો છો કે તમારે તમારી જરૂરિયાતના આધાર પર કયો ફોન પસંદ કરવો જોઈએ. અહીં અમે તમારી સુવિધા માટે Honor 9X, Redmi Note 8 Pro અને Samsung Galaxy M30s સરખામણી કરી રહ્યા છીએ, જે મિડ-રેન્જમાં સારા સ્માર્ટફોન છે. તમારી જરૂરિયાતો અનુસાર કયો ફોન સારો વિકલ્પ હોઈ શકે છે તે જાણો -

Honor 9X vs Redmi Note 8 Pro vs Samsung Galaxy M30s: કિંમત

જ્યારે Redmi Note 8 Pro 17 ઓક્ટોબર 2019 તથા Samsung Galaxy M30s 9 નવેમ્બર 2019ના રોજ ભારતીય માર્કેટમાં લોન્ચ થયો હતો અને તેની કિંમત 13,999 રૂપિયા છે. તો Redmi Note 8 Pro 14,999 રૂપિયા તથા Samsung Galaxy M30s 13,999 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે બજારમાં ઉપલબ્ધ છે.

Honor 9X vs Redmi Note 8 Pro vs Samsung Galaxy M30s: ડિઝાઈન અને ડિસ્પ્લે
HONOR 9Xમાં 3ડી કર્વ્ડ પ્લાસ્ટિક ડિઝાઈન છે, જેમાં ગ્લાસ ટેક્સચર અને રાઉન્ડેડ એજિસ છે. સફાયર બ્લૂ વેરિઅન્ટમાં લાઈટના સંપર્કમાં એક્સ પેટર્ન એકદમ સુંદર દેખાય છે. ઉપરાંત Redmi Note 8 Proમાં ગ્લાસ ફિનિશ તથા Samsung Galaxy M30sમાં પ્લાસ્ટિક ફિનિશ ડિઝાઈન આપવામાં આવી છે. HONOR 9Xમાં 6.59 ઈંચની પોપ-અપ ડિસ્પ્લે છે. હા, તમે તેને બરાબર વાંચ્યું છે! આટલી ઓછી કિંમતમાં પહેલી વખત તમને ફ્રંટ પોપ-અપ કેમેરા Honor 9Xની સાથે મળી રહ્યો છે. ઉપરાંત Redmi Note 8 Proમાં 6.53 ઈંચની ડ્રૂયૂ-ડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે અને Samsung Galaxy M30sમાં 6.4 ઈંચની યૂ ડ્રોપ ડિસ્પ્લે છે. ત્રણેય ફોનમાં તમને 91 ટકા અથવા તેનાથી વધારે સ્ક્રીન ટુ બોડી રેશિયો મળે છે. તે ઉપરાંત આ ત્રણેય ફોનમાં તમને પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવી છે.

Honor 9X vs Redmi Note 8 Pro vs Samsung Galaxy M30s: પર્ફોર્મન્સ
પર્ફોર્મન્સ માટે HONOR 9X કિરિનમાં 710 પ્રોસેસર અને ઓક્ટાકોર સીપીયુ આપવામાં આવ્યું છે. તેમાં 4GB/6GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જે ફોનને ફાસ્ટ ફોન બનાવે છે.Redmi Note 8 Pro હેલિયો G90T અને G90T એગ્સાઈનોસ 9611 પ્રોસેસર પર રન કરે છે. HONORનો દાવો છે કે તેનો હોમગ્રોન કિરિન 710 પ્રોસેસર સ્માર્ટફોન્સમાં ફાસ્ટ પર્ફોર્મન્સની તમામ જરૂરિયાતોને પૂરી કરે છે આ જ કારણથી તે ગેમર્સ ફેવરિટ છે.


Honor 9X vs Redmi Note 8 Pro vs Samsung Galaxy M30s: કેમેરા
HONOR 9Xમાં 16MPનો AI pop-up કેમેરા આપવામાં આવ્યો છે, જે સોફ્ટ લાઈટ, બટરફ્લાય લાઈટ, સ્કેટર્ડ લાઈટ, સ્ટેજ લાઈટ સહિતના 8 મોડ્સ પર કામ કરે છે. તેમાં ઇન્ટેલિજન્ટ ફૉલ ડિટેક્શન, ડાઉનલોડ પ્રેશર પ્રોટેક્શન, ડસ્ટ અને સ્પ્લેશ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તેથી ફોન પડી જવાથી પ્રેશર, ધૂળ અને પાણીનાં છાંટાંની તેનાં પર અસર થતી નથી. આ સિવાય HONOR 9Xમાં AI-ઈનેબલ્ડ ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 48MP પ્રાઈમરી લેન્સ, 8MP સુપર વાઈડ લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. તેમાં AI ફીચર 22 અલગ અલગ કેટેગરીમાં 500થી વધારે વ્યૂની ઓળખાણ કરી શકે છે.

Redmi Note 8 Proમાં 20MPનો ડ્ર્રુયૂ- ડ્રોપ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ 64(GM1)+8+2+2MPનું રિઅર કેમેરા સેટઅપ પણ છે. આ જ પ્રકારે Samsung Galaxy M30sમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48MP પ્રાઈમરી લેન્સ, 8MP અલ્ટ્રા વાઈડ લેન્સ અને 5MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં સેલ્ફી માટે 16MPનો કેમેરા આપવામાં આવ્યો છે.

Honor 9X vs Redmi Note 8 Pro vs Samsung Galaxy M30s: જરૂરિયાત અનુસાર નિર્ણય
જો તમે એક સારા કેમેરા અને પર્ફોર્મન્સવાળો સ્ટાઇલિશ ફોન શોધી રહ્યા હો તો HONOR 9Xથી સારો ફોન આ પ્રાઇસ રેન્જમાં નહીં મળે. HONOR 9Xમાં તમને ફ્રંટ કેમેરા 16MPનો મળશે, જે પોપ-અપ સાથે દરેકને ક્રેઝી બનાવી દેશે, જ્યારે તમને Redmi Note 8 Pro અને Samsung Galaxy M30sમાં પોપ-અપ કેમેરા નહીં મળે. આ સિવાય, Honor 9Xની 6.59 ઇંચની ડિસ્પ્લે સાઇઝ પણ અન્ય ફોન કરતાં વધારે છે. આ ઉપરાંત, તમને રેમ અથવા સ્ટોરેજ સ્પેસ પણ HONOR 9Xમાં 128GBની મળશે, જ્યારે Redmi Note 8 Pro અને Samsung Galaxy M30sના પ્રારંભિક ફોન્સમાં આ 64GB જ છે.

Honor 9Xનું કિરિન 710 પ્રોસેસર Redmi Note 8 Proના હેલિયો G90T અને Samsung Galaxy M30sના એક્ઝાઇનોસ 9611 પ્રોસેસરથી પર્ફોર્મન્સના મુદ્દે વધારે સારું છે. કિરિન 710 પ્રોસેસર સાથે HONOR 9Xમાં ગેમિંગનો અનુભવ પણ આ બંને ફોન્સ કરતાં સારો છે.
ચાલો એક નજર નાખીએ આ ત્રણેય ફોન્સના તુલનાત્મક આંકડા પર

Honor 9X Redmi Note 8 Pro Samsung Galaxy M30s
લોન્ચની તારીખ 14 જાન્યુઆરી, 2020 17 ઓક્ટોબર, 2019 9 નવેમ્બર, 2019
કિંમત 13999/ 16999 14999/ 15999/17999 13999/ 16999
ડિઝાઇન પ્લાસ્ટિક ગ્લાસ પ્લાસ્ટિક
ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 9.0 એન્ડ્રોઇડ 9.0 એન્ડ્રોઇડ 9.0
ડિસ્પ્લે શેપ 6.59" પોપ-અપ 6.53 ડ્ર્યુ-ડ્રોપ 6.4 U ડ્રોપ
રિઝોલ્યુશન FHD+ FHD+ FHD+sAMOLED
CPU Kirin 710 Helio G90T Exynos 9611
ફ્રંટ કેમેરા 16MP પોપ-અપ 20MPડ્ર્યુ-ડ્રોપ 16M ડ્ર્યુ-ડ્રોપ
રિઅર કેમેરા 48+8+2MP 64(GM1)+8+2+2MP 48+8+5M
રેમ 4/6GB 6/8GB 4/6GB
રોમ 128GB 64/128GB 64/128GB
ચાર્જિંગ ટાઇપ ટાઇપ-C ટાઇપ-C ટાઇપ-C
ફિંગરપ્રિન્ટ અનલોક પાછળની બાજુ પાછળની બાજુ પાછળની બાજુ
સ્ક્રીન રેશિયો 91.0% 91.4% 91.4%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Honor 9X vs Redmi Note 8 Pro vs Samsung Galaxy M30s: Compare Prices, Features and Specifications Yourself


from Divya Bhaskar https://ift.tt/2QWjlno

No comments:

Post a Comment