ગેજેટ ડેસ્ક: ગુરુવારે રેડમી કંપનીએ ભારતમાં રેડમી 9 સીરિઝના રેડમી નોટ 9 પ્રો મેક્સ અને રેડમી નોટ 9 પ્રો લોન્ચ કર્યા છે. આ ફોનની લોન્ચિંગ ઈવેન્ટ શરુ થઈ ત્યારથી અત્યાર સુધી ટ્વિટર પર #RedmiNote9ProMax અને #ILoveRedmiNote નંબર 1 અને 2 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. બંને સ્માર્ટફોનમાં ક્વૉડ રિઅર કેમેરા અને હોલ-પંચ ડિસ્પ્લે છે. શાઓમી કંપનીની સબ બ્રાન્ડ રેડમીએ કસ્ટરમરને ‘ઓરા બેલેન્સ’ ડિઝાઈન આપી છે. બંને ફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
લાઈવ સ્ટ્રીમમાં શાઓમી કંપનીએ દાવો કર્યો છે કે, રેડમીએ ભારતમાં 100 મિલિયન ડિવાઈસ વેચ્યા છે. કંપની ટૂંક સમયમાં રેડમીની હજુ વધારે સીરિઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
રેડમી નોટ 9 પ્રોનો સેલ 17 માર્ચ અને રેડમો નોટ પ્રો મેક્સનો સેલ 25 માર્ચથી શરુ થશે. આ સ્માર્ટફોનને ગ્રાહકો એમેઝોન, Mi.com, Mi હોમ સ્ટોર અને Mi સ્ટુડિયો સ્ટોર પરથી ખરીદી શકશે. બંને ફોન દેશના મોટા રિટેઈલ આઉટલેટ પર પણ મળશે.
રેડમી નોટ 9 પ્રો મેક્સનાં વેરિઅન્ટ અને કિંમત
6 GB રેમ + 64 GB સ્ટોરેજ 14,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ 16,999 રૂપિયા
8 GB રેમ + 128 GB સ્ટોરેજ 18,999 રૂપિયા
રેડમી નોટ 9 પ્રો મેક્સનાં સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે | 6.67-ઈંચ |
| પ્રોસેસર | કવૉલકોમ સ્નેપડ્રેગન 730G |
| ફ્રન્ટ કેમેરા | 32 MP |
| રિઅર કેમેરા | 64 MP+ 8 MP + 5 MP+ 2 MP |
| રેમ | 6 GB |
| સ્ટોરેજ | 64GB |
| બેટરી કેપેસિટી | 5020mAh |
| OS | એન્ડ્રોઈડ 10 |
| રિઝોલ્યુશન | 1080x2400 પિક્સલ |
રેડમી નોટ 9 પ્રોનાં વેરિઅન્ટ અને કિંમત
4GB રેમ + 64 GB સ્ટોરેજ 12,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ 15,999 રૂપિયા
રેડમી નોટ 9 પ્રોનાં સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે | 6.67-ઈંચ |
| પ્રોસેસર | કવૉલકોમ સ્નેપડ્રેગન 730G |
| ફ્રન્ટ કેમેરા | 16 MP |
| રિઅર કેમેરા | 48 MP+ 8 MP + 5 MP+ 2 MP |
| રેમ | 4 GB |
| સ્ટોરેજ | 64GB |
| બેટરી કેપેસિટી | 5020mAh |
| OS | એન્ડ્રોઈડ10 |
| રિઝોલ્યુશન | 1080x2400 પિક્સલ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38FWxy5
No comments:
Post a Comment