Tuesday, 17 March 2020

શાઓમીનું ‘Mi કાર ચાર્જર પ્રો’ લોન્ચ થયું, કિંમત ₹ 799

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ‘Mi કાર ચાર્જર પ્રો’ લોન્ચ કર્યું છે. તેની કિંમત 799 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તેનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ચાર્જર 18 વૉટ ડ્યુઅલ ચાર્જિંગ સપોર્ટ કરે છે. વર્ષ 2018માં કંપનીએ બેઝિક કાર ચાર્જર લોન્ચ કર્યું હતું. તેની કિંમત 499 રૂપિયા છે.

‘Mi કાર ચાર્જર પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર

  • આ ચાર્જર ડ્યુઅલ USB આઉટપુટ આપે છે.
  • કારમાં અટેચ કર્યા બાદ ચાર્જરથી મોબાઈલ ફોન, ટેબ્લેટ, વીડિયો ગેમ કોન્સોલ અને ડિજિટલ કેમેરા ચાર્જ થઈ શકે છે.
  • ચાર્જિંગ એફિશિયન્સી વધારવા માટે હાઈ ક્વૉલિટી IC ચિપ આપવામાં આવી છે. તેનાથી ઓવરહિટિંગ પ્રોટેક્શન મળે છે.
  • ચાર્જરમાં વ્હાઇટ કલરની LED ઇન્ડિકેટર લાઈટ પણ આપવામાં આવી છે.
  • ચાર્જર પર સિલ્વર મેટાલિક ફિનિશિંગ આપવામાં આવ્યું છે.
  • તેનું ડાયમેન્શન 61.8x25.8x25.8mm છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi Mi Charger Pro launches, priced at ₹ 799
Xiaomi Mi Charger Pro launches, priced at ₹ 799


from Divya Bhaskar https://ift.tt/2TTzJXo

No comments:

Post a Comment