ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવો તેના અપકમિંગ સ્માર્ટફોન ‘વિવો V 19’ના લોન્ચિંગની તૈયારીમાં છે. વિવો મલેશિયાના ઓફિશિયલ ટ્વિટર પર ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પેજ મુજબ ફોનમાં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ મળશે. સાથે જ ફોનમાં સુપર નાઈટ મોડ ફીચર પણ મળશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં 32MP+8MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. સાથે જ ફોનમાં 48MP પ્રાઈમરી કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. આ સેટઅપમા 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનો બોકેહ અને મેક્રો લેન્સ મળી શકે છે.
ફોનમાં 5000 mAhની બેટરી અને 6.2 ઈંચની સ્ક્રીન મળી શકે છે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે. 5Gના ટ્રેન્ડમાં વિવો પણ આ ફોનથી એન્ટ્રી મારે તેવી શક્યતા છે. જોકે આ ફોનનાં લોન્ચિંગ સહિતની માહિતીબ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2vZ4Sjb
No comments:
Post a Comment