કોરોનાવાઈરસથી દેશમાં 5 હજારથી લોકો સંક્રમિત બન્યા છે. હાલ દેશભરમાં લોકડાઉન લાગુ છે. ઠેર-ઠેર પ્રસાશન દ્વારા સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દેશભરમાં સેનિટાઈઝિંગ મશીનની માગ વધી છે. તેવામાં IIT ગુવાહાટીએ UVC LED (અલ્ટ્રાવાયલેટ ટાઇપ-સી લાઈટ એમિટિંગ ડાયોડ)નીન મદદથી સેનિટાઈઝિંગ મશીન વિકસાવ્યું છે. આ મશીન કેમિકલ એન્જિનિઅરિંગ ડિપાર્ટમેન્ટના ડો. સેન્થિલમુર્ગનની આગેવાની હેઠળ બનાવવામાં આવ્યું છે. મશીનની મદદથી ઘર, હોસ્પિટલ્સને સેનિટાઈઝ કરવામાં આવશે.
UVC LED સેનિટાઈઝિંગ મશીન
આ UVC સિસ્ટમ માઈક્રોઓર્ગેનિઝમને પણ સેનિટાઈઝ કરે છે. અર્થાત તે અતિ સૂક્ષ્મ અને છિદ્રાળુ જગ્યામાં પણ સેનિટાઈઝિંગ કરી શકે છે. તેનો આકાર એક મોપ જેવો જ છે. તે 90% જીવાણુઓનો નાશ કરે છે.
સંસ્થાની પ્રેસ રિલીઝ મુજબ, ઉપયોગિતાને આધારે અલગ અલગ પ્રકારના મશીન વિકસાવ્યા છે. તેમાંથી કેટલાકનો ઉપયોગ ઘરના સેનિટાઈઝિંગ માટે તો કેટલાક હોસ્પિટલ, બસ, મેટ્રો અને રેલવેના કોચ માટે કરી શકાય છે.
વોટરપ્રૂફ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ
આ સિવાય IIT ગુવાહાટીએ PPE (વોટરપ્રૂફ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ) પણ વિકસાવ્યું છે. આ કિટમાં જમ્પ સૂટ, ફેસ શિલ્ડ, માઉથ માસ્ક, હેડ કવર, ગાઉન અને શૂઝનો સમાવેશ થાય છે. આ કિટ કોરોનાવાઈરસ સામે રક્ષણ આપે છે. તેના ઉત્પાદન માટેનું ટ્રાયલ પણ સફળ થયું છે. M/s એક્સેલ ટેક અને અલ્ટિમેટ એરોએક્વા ફિલ્ટર પ્રાઈવેટ લિમિટેડ કંપની મળીને 10 લાખ કિટનું ઉત્પાદન કરવાના સફળ પ્રયાસો કરી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JQ1nik
No comments:
Post a Comment