ફેસબુકની માલિકીની એપ વ્હોટ્સએપનો ઉપયોગ રોજિંદા કામ માટે અમસ્થા ફ્રેન્ડ્સ સાથે ચેટ કરવા માટે સહિત અનેક બાબતો માટે કરવામાં આવતો હોય છે. વ્હોટ્સએપમાં એવા અનેક ફીચર છે જેનો ઉપયોગ કરી તમે તમારા ચેટ એક્સપિરિઅન્સને વધુ સારો બનાવી શકો છો અને સાથે સિક્યોર પણ રહી શકો છો. તો આવી જાણીએ આ ફીચર્સનું લિસ્ટ અને તેના ઉપયોગ વિશે...
રિપ્લાય પ્રાઈવેટલી
વ્હોટ્સએપમાં પ્રાઈવસી તમામ યુઝર્સ ને પસંદ હોય છે. શું તમે જાણો છો કે તમે ગ્રૂપમાં પણ કોઈ એક વ્યક્તિને પ્રાઈવેટ મેસેજ કરી શકો છો? વ્હોટ્સએપમાં ગ્રૂપ ચેટમાં કોઈ એક યુઝર્સ સાથે વાત કરવા માટે રિપ્લાય પ્રાઈવેટલી ફીચરનો ઉપયોગ કરી તમે તમારી વાતચીત ગુપ્ત રાખી શકો છો. આ ફીચરનો ઉપયોગ કરવા માટે ગ્રૂપ ચેટ ઓપન કરી જે મેસેજ પર તમારે પ્રાઈવેટ રિપ્લાય આપવાનો છે તેના પર લોન્ગ પ્રેસ કરો. ત્યારબાદ રિપ્લાય પ્રાઈવેટલી પર ક્લિક કરો. તમારો મેસેજ ટાઈપ કરી સેન્ડ કરો.
ગ્રૂપ ઈન્વિટેશન
જો તમારી ઈચ્છા વગર તમને કોઈ ગ્રૂપમાં એડ કરી દે અને તમે કોઈ કારણોસર તેમાંથી લેફ્ટ પણ નથી થઈ શકતા. વ્હોટ્સએપમાં તમને કોણ ગ્રૂપમાં એડ કરી શકે છે તે પણ તમે જ નક્કી કરી શકો છો. તેના માટે તમે વ્હોટ્સએપ સેટિંગમાં અકાઉન્ટમાં જઈ પ્રાઈવસી ઓપ્શન પર ક્લિક કરી ગ્રૂપમાં જઈ માય કોન્ટેક્ટ્સ, નો બડી અથવા માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટ ઓપ્શનમાંથી કોઈ એકની પસંદગી કરી શકો છો.
બાયોમેટ્રિક લોક
જો તમારે વ્હોટ્સએપને વધારે સિકયોર રાખવું છે તો હવે તમારે એક્સ્ટ્રા એપ લોક ધરાવતી એપ્સને ડાઉનલોડ કરવાની જરૂર નથી. હવે વ્હોટ્સએપમાં જ બાયોમેટ્રિક લોકનો ઓપ્શન મળે છે. તેના માટે તમે સેટિંગમાં અકાઉન્ટમાં જઈ પ્રાઈવસી ઓપ્શન પર ક્લિક કરી ફિંગર પ્રિન્ટ અથવા ફેસ આઈડીની પસંદગી કરી શકો છો.
સ્ટાર મેસેજ
જો તમે ઓફિસના ગ્રૂપમાં કોઈ માહિતી ફરી જોવા માટે ચેટ સ્ક્રોલ કરો છો. તો તેના બદલે તમે સ્ટાર મેસેજ ફીચરનો ઉપયોગ કરી તમામ મહત્ત્વના મેસેજ એક જ ક્લિકમાં જોઈ શકો છો. તેના માટે તમે ગ્રૂપમાં રહેલા મહત્ત્વના મેસેજ પર લોંગ પ્રેસ કરો ત્યારબાદ ઉપર સ્ટાર આઈકોન પર ટેપ કરવાથી તે મેસેજ સ્ટાર મેસેજમાં જતો રહેશે. તમે મલ્ટિપલ મેસેજ પણ સ્ટાર મેસેજમાં સ્ટોર કરી શકો છો. હવે ગ્રૂપમાં સ્ટાર મેસેજને જોવા માટે ગ્રૂપ ઈન્ફો પર ક્લિક કરવા પર તમને સ્ટાર મેસેજિસ ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાથી તમારા તમામ સ્ટાર મેસેજનું તમને લિસ્ટ મળી જશે.
ગ્રૂપ કોલિંગ
હાલ કોરોનાવાઈરસને લીધે ન્યૂ નોર્મલમાં ગ્રૂપ કોલિંગ લાઈફનો એક ભાગ બન્યુ છે. અગાઉ વ્હોટ્સએપમાં 4 મેમ્બર્સ જ ગ્રૂપ કોલિંગ કરી શકતા હતા હવે 8 મેમ્બર્સ વીડિયો અથવા ઓડિયો ગ્રૂપ કોલિંગ કરી શકે છે. તમે કોઈ ગ્રૂપમાંથી 8 મેમ્બર સિલેક્ટ કરી શકો છો અથવા કોઈ 1 યુઝર્સને કોલ કરી બાકીના 6 યુઝર્સને તેમાં એડ કરી શકો છો. મજાની વાત તો એ છે કે ઓડિયો કોલમાંથી તમે વીડિયો કોલ પર પણ સ્વિચ કરી શકો છો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3k6mGwR
No comments:
Post a Comment