ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની શાઓમી ઘણા સમયથી તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ MIUI 11 પર કામ કરી રહી છે. મંગળવારે સાંજે 5G સ્માર્ટફોન લોન્ચિંગ ઇવેન્ટમાં ‘MIUI 11’ લોન્ચ કરવામાં આવશે. આ નવી OSમાં ‘ફેમિલી શેરિંગ’ ફીચર આપવામાં આવ્યું છે.
આ ફીચરની મદદથી ઝડપથી અને સુરક્ષિત રીતે પરિવારજનો સાથે માહિતી શેર કરી શકાશે. આ ફીચર એપલના ફેમિલી શેરિંગ ફીચર જેવું જ છે. થોડાંક દિવસ પહેલાં જ કંપનીએ આ OSમાં ‘ડેડિકેટેડ ચિલ્ડ્રન સ્પેસ’ અને ભૂકંપ અલર્ટ ફીચર દર્શાવ્યું હતું.
નવા ફેમિલી શેરિંગ ફીચરને સેફટી અને પેરેન્ટલ કન્ટ્રોલને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર તેના પરિવારના સભ્યોની લોકેશન જોઈ શકે છે. આ ફીચરની મદદથી માતાપિતા તેમનાં બાળકોનું ધ્યાન રાખી શકશે.
ફેમિલી શેરિંગ ફીચરનો ઉપયોગ કોઈ પણ એન્ડ્રોઇડ અને આઇઓએસ બેઝ્ડ સ્માર્ટફોન પર થઈ શકે છે. જોકે ઘરમાં કોઈ એક સભ્ય પાસે MIUI 11 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો શાઓમીનો સ્માર્ટફોન હોવો જરૂરી છે.
ચીનમાં બેઇજિંગમાં ‘MI 9 પ્રો’ અને ‘MI મિક્સ’ 5G સ્માર્ટફોનના લોન્ચિંગ દરમિયાન ‘MIUI 11’ને લોન્ચ કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mhvx5w
No comments:
Post a Comment