Tuesday, 24 September 2019

ટૂંક સમયમાં ડિશ ટીવી એન્ડ્રોઇડ સેટ અપ બોક્સ લોન્ચ કરશે

ગેજેટ ડેસ્ક: ડિશ ટીવી ઇન્ડિયા રિલાયન્સના જિઓફાઈબર અને એરટેલના એક્સસ્ટ્રીમ બોક્સને ટક્કર આપવા માટે એન્ડ્રોઇટ સેટ અપ બોક્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના અધિકારીએ આ જાણકારી સોમવારે આપી છે. અધિકારીએ કહ્યું કે, હાલના મનોરંજન ક્ષેત્રમાં ટકી રહેવા માટે ચેન્જ જરૂરી છે. કંપનીને આશા છે કે, આવનાર ચેન્જને લઈને તે માર્કેટમાં અન્ય પ્રોડક્ટને ટક્કર આપશે અને પ્રીમિયમ ગ્રાહકોને સારા ફીચર આપશે. ડીટીએચ ઓપરેટરે દાવો કર્યો છે કે, તેના 2.3 કરોડ ગ્રાહકોમાં માત્ર 30થી 35 ટકા યુઝર્સ પ્રીમિયમ શ્રેણીમાં આવે છે, કારણ કે તેઓ મહિને 400 રૂપિયાથી વધારે ખર્ચો કરે છે.

ડિશ ટીવી ઇન્ડિયાના કોર્પોરેટ હેડ સુખપ્રીત સિંહે કહ્યું કે, આવનારા સમયમાં અમે નવી પેઢીના યુઝર માટે એન્ડ્રોઇડ સેટ અપ બોક્સ લોન્ચ કરવાના છીએ. આ ઉપરાંત અમે 599 રૂપિયાની સ્માર્ટ સ્ટિક પણ લાવવાના છીએ. રિપોર્ટ પ્રમાણે આ સેટ અપ બોક્સ દિવાળી સુધીમાં લોન્ચ થઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Dish TV set to bring Android set top box


from Divya Bhaskar https://ift.tt/2l8AWf2

No comments:

Post a Comment