ગેજેટ ડેસ્ક: 15 ઓક્ટોબરે કેલિફોર્નિયામાં થનારા ગૂગલ ઇવેન્ટમાં ઘણી સમરત પ્રોડક્ટ લોન્ચ થાય તેવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે કંપની પિક્સલ 4 સ્માર્ટફોનની સાથે પિક્સલ બડ 2 ઇઅરફોન પણ લોન્ચ કરી શકે છે. ગૂગલે વર્ષ 2017માં પ્રથમવાર વાયરલેસ ઇઅરફોન પિક્સલ બડ લોન્ચ કર્યો હતો. આ એરબડ એપલના એરપોડ્સને ટક્કર આપી શકે છે. નવા પિક્સલ બડ 2માં ગૂગલ ટ્રાન્સલેટ એપની સુવિધા મળશે, જેની મદદથી યુઝર રિઅલ ટાઈમમાં ટ્રાન્સલેટ કરી શકશે.
ફર્સ્ટ જનરેશન પિક્સલ બડની કિંમત 11,300 રૂપિયા હતી. સેકન્ડ જનરેશન પિક્સલ બડ્સની સાથે કંપની પિક્સલ 4, પિક્સલ 4 XL, સેકન્ડ જનરેશન નેસ્ટ મીની સ્માર્ટ સ્પીકર અને પિક્સલ લુક લેપટોપ લોન્ચ કરી શકે છે.
પિક્સલ બડ્સની ટક્કર ભારતમાં હાજર અન્ય વાયરલેસ ઇઅરફોન સાથે થઈ શકે છે. હાલમાં જ માઈક્રોસોફ્ટે પોતાના પ્રથમ વાયરલેસ ઇઅરફોન લોન્ચ કર્યા છે. અમેઝોને પણ ગયા અઠવાડિયે પોતાના એલેક્સા બેઝડ વાયરલેસ ઇઅરફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MgQbvG
No comments:
Post a Comment